ખેડાની કેમિકલ ફેક્ટરીમાં સેફ્ટી વગર ઉતર્યા મજૂરો, 6 ફસાયા, એકનુ ગૂંગળામણથી મોત
Accident In Chemical Factory : ખેડા અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અલકા કેમ એસીકે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેમિકલની ટેન્કમાં ૬ વર્કરો કોઈ પણ જાતની સે્ફ્ટી કીટના સાધનો વગર ઉતર્યા હતા. તમામ 6 વર્કર ટેન્કની અંદર ફસાઈ ગયા હતા. જ્યારે ટેન્કમાં 3 વર્કર બેભાન થઇ ગયા હતા
નચિકેત મહેતા/ખેડા :ખેડા પાસે આવેલ અલ્કા બેરલ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાજીપુરા ખાતેના પ્લાન્ટમાં કેમિકલ ટેન્કમાંથી વેસ્ટેજ બહાર કાઢતા કેટલાક મજૂરો બેભાન થયા હતા. ધટનાની જાણ થતાં અસલાલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધરી 6 મજૂરોને બહાર કાઢ્યા હતા. બેભાન થયેલા મજૂરોને તાત્કાલિક ખેડાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં એક મજૂરનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.
ખેડા જિલ્લાના ખેડા અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અલકા કેમ એસીકે પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે, જે કેમિકેલ વેસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. મોડી રાત્રે આ કેમિકલ કંપનીના કેમિકલની ટેન્કમાં ૬ વર્કરો કોઈ પણ જાતની સે્ફ્ટી કીટના સાધનો વગર ઉતર્યા હતા. કેમિકલ વેસ્ટના ટાંકાની સાફસફાઈ કરવા મજૂરો ટેન્કમાં ઉતર્યા હતા. તે સમયે તમામ 6 વર્કર ટેન્કની અંદર ફસાઈ ગયા હતા. જ્યારે ટેન્કમાં 3 વર્કર બેભાન થઇ ગયા હતા. બનાવની જાણ થતાં જ અસલાલી ફાયર બ્રિગેડ ટીમ પહોંચી હતી. તમામ વર્કરોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા અને સારવાર આપવામા આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : ઉતરાખંડ સરકારનો નવો નિયમ, જો આમનામ જતા રહેશો તો દર્શન કર્યા વગર જ પરત ફરવું પડશે
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ જાતની સેફ્ટી વગર 6 મજૂરો ટેન્કની સાફસફાઈ કરવા ઉતર્યા હતા. પરિણામે કેમિકલને કારણે 3 મજુર બેભાન થઇ ગયા હતા. ઘટનાની જાણ ખેડા ટાઉન પોલીસને કરવામાં આવી હતી, જેથી ખેડા ટાઉન પોલીસે અસલાલી ફાયર બ્રિગેડની મદદથી તમામ ૬ કામદારોને બહાર કાઢ્યા હતા. સારવાર દરમિયાન ધનજી ચૌહાણ નામના વર્કરનું મૃત્યુ થયુ હતું. જે અંગે કંપનીના મેનેજર સામે ગુનો નોંધી તેની અટકાયત કરાઈ છે. ખેડા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કંપની સામે પણ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : ઉતરાખંડ સરકારનો નવો નિયમ, જો આમનામ જતા રહેશો તો દર્શન કર્યા વગર જ પરત ફરવું પડશે
બનાવની જાણ જીપીસીબીને થતા ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. આ બનાવ બાદ સ્થાનિક સ્તરે વિરોધ ઉઠ્યો હતો. જેમાં મામલો થાળે પાડવા માટે જીપીસીબીની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે સ્થાનિકોએ ફરિયાદ કરી કે, ઘટના પહેલા યોગ્ય કાર્યવાહી કરી હોત તો આવી ઘટના ના બનત. જીપીસીબી દ્વારા કાર્યવાહીના નામે ફક્ત સેમ્પલ લેવામાં આવે છે જેના રિપોર્ટ કદી કોઇને ખબર પડતા નથા. હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના બાદ જીપીસીબી દ્વારા આ અંગે કંપની સામે યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ.