ગુજરાત : મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ પર એક મોટી ઘટના બની હતી. ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં નર્મદા નદીમાં એક નાવડી ડુબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી કુલ 36 લોકોને બચાવવામાં આવ્યા છે અને તેમને એક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નાવડીમાં અંદાજે 60 લોકો સવાર હતા. ઊંડી નદીમાં ગુમ થયેલા અનેક લોકોની શોધ માટે મોટા પાયે સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ જણાવ્યું કે, મૃત લોકો ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી બહુમતીવાળા જિલ્લામાં નર્મદા તટ પર આવેલ ગામના નિવાસી હતા. અધિકારીએ જણાવ્યું કે, નાવડી પર અંદાજે 60 લોકો સવાર હતા. તે લોકો મકર સંક્રાંતિના અવસરે પૂજા કરવા જઈ રહ્યા હતા. ત્યારે નાવડી પલટી ગી હતી. 



કહેવાય છે કે, નર્મદા નદી અને ઉદય નદીના સંગમ સ્થળે આ લોકો દ્વારાસ્નાન કરવાની પ્રથા હતી. તેથી આ પરંપરાને નિભાવવા માટે ભુસ્સા ગામના લોકો લાલ કલરની એક બોટમાં સવાર થઈને નીકળ્યા હતા. પરંતુ બોટમાં તેની ક્ષમતા કરતા વધુ 70 મુસાફરો સવાર હતા. જેથી બોટે બેલેન્સ ગુમાવતા, તે નદીમાં પલટી ગઈ હતી. પેકીંગ બોટ હોવાથી મુસાફરો બોટમાં દબાઈ ગયા હતા. સ્વીમિંગ જાણનાર 30 જેટલા મુસાફરો નદીમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવી શક્યા હતા. પરંતુ 6 જેટલા મુસાફરો મૃત્યુ પામ્યા હતા. અન્ય લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મૃતકોમાં 2થી 4 વર્ષના બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.