બ્રિજેશ દોશી/ગઢડા: ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં અંતે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ગઢડા સ્વામી ટેમ્પલની બોર્ડની ચૂંટણીમાં સરેરાશ 60થી 65 ટકા મતદાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જ્યારે આ અંગે આવતી કાલે એટલે સોમવારે ચૂંટણીની મતદાનની ગણતરી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્યપક્ષના એસ પી સ્વામી દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે. આવતી કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઇ શકે છે. ચૂંટણીમાં બેલેટ પેટી સિલ થયા ત્યા સુધી બંન્ને પક્ષોના ઉમેદવાર ચૂંટણી પ્રક્રિયા સમક્ષ હાજર રહ્યા હતા. જ્યારે આચાર્યપક્ષની પેનલે દાવો કર્યો હતો કે તેઓ વિકાસના કાર્યોના આધારે જીત મેળવશે. 


ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો



ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ડમી મતદાર દ્વારા નકલી મતદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ડમી ઉમેદવારની પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આચાર્ય પક્ષ દ્વારા ડમી ઉમેદવાર દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવાતા પોલીસ દ્વારા ડમી મતદારને ઝડપી લેવામાં આવ્યો છે.