સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાજ જીલ્લામાં આવેલા નાનામોટા 700થી વધુ તળાવો પૈકી 600 જેટલા તળાવો ખાલીબની સુકાભટ્ઠ થઇ ગયા છે. જેના કારણે જીલ્લામાં કુવા બોરના પાણીના સ્તર નીચે જતા રહેતા ખેડૂતો માટે પશુપાલન તેમજ સિંચાઈ માટે પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. સરકાર દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રૂપિયા 3000 કરોડમાં યુરો સ્ટાર ડાયમંડ કાચી પડતા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિ


ઉનાળાની શરૂઆત થતાંજ અરવલ્લી જિલ્લામાં પાણીના પોકાર ચાલુ થઈ ગયા છે. જિલ્લામાં પાણીનું જળસ્તર ઊંડું જતું રહેતા વિસ્તારના કુવા બોરમાં પણ પાણી ઊંડે ઉતરી ગયા છે. બીજી બાજુ જિલ્લામાં આવેલા 700 જેટલા નાનામોટા તળાવો પૈકી 90 ટકા તળાવોમાં પાણી સુકાઈ જતા તળાવો સુકા ભઠ્ઠ થઈ ગયા છે. સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લાના મોટા સહિત નાના તળાવોને ઊંડા કરવા પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચ કરાયો છે. તેમ છતાં આ તળાવો હાલ ખાલી ખમ છે. ત્યારે આગળ કપરો ઉનાળો આવી રહ્યો છે.


મળો આ ગુજરાતની પેડ ગર્લને, ગરીબ યુવતીઓ માટે શરૂ કર્યું આ અભિયાન


સમગ્ર મામલે જીલ્લા અધિક કલેકટર નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, જીલ્લામાં ગત ચોમાસા દરમિયાન આ તળાવો ભરાયા હતા. પરંતુ સમય જતા પાણી જમીનમાં ઉતારી જવાના કારણે આ તળાવો હાલ ખાલી બન્યા છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર જીલ્લામાં પાણીની તંગીન સરજાય તે માટે સજ્જ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...