gujarat crime news : 6 હજાર કરોડનું કૌભાંડના આરોપી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ભૂર્ગભમાં છે. તેના એક પછી એક કાંડ ખૂલી રહ્યા છે. એકનું ડબલ કરી આપતો અને લોભામણી સ્કીમોથી લોકોને લૂંટનારા ઝાલાએ કોઈને નથી છોડ્યા. CID ક્રાઈમે રેડ કરીને તેના આ ધંધાને ઊજાગર કર્યો છે. જો કે CID ક્રાઈમ હજુ સુધી ઝાલાને પકડી નથી શકી. પરંતુ ઝાલાની જે વૈભવી સંપત્તીના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે હચમચાવી નાંખે તેવા છે. ત્યારે કેવી વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતો ઝાલા? જુઓ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાઠગના એક-બે નહીં પણ અનેક કૌભાંડ
સેલિબ્રિટીને પણ શરમાવે તેવી લાઈફસ્ટાઈલ
ધનાઢ્યોને ફિકા પાડી તેવો હતો તેનો વૈભવ !
પૈસાદાર પાસે ન હોય તેવી ગાડીઓનો કાફલો!
જાગીરદાર પાસે ન હોય તેટલી છે જમીન!
બિલ્ડર પાસે ન હોય તેટલી છે દુકાન અને ઓફિસો!


6 હજાર કરોડના કૌભાંડનો જેના પર આરોપ લાગ્યો છે તે અરવલ્લીનો ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂર્ગભમાં છે. તેના જાતભાતના લોકેશન સામે આવી રહ્યા છે. પરંતુ પોલીસ તેને હજુ સુધી પકડી નથી શકી. CID ક્રાઈમની ટીમે રેડ કરીને તેની ઘણી પ્રોપર્ટીનો પર્દાફાશ કર્યો છે. પરંતુ આ જ CIDની ટીમ હજુ સુધી ઝાલા સુધી નથી પહોંચી શકી. હવે તમે ઝાલાની આ વૈભવી કારનો કાફલો જોઈ લો. આ ત્રણ કારને હાલ તો CID ક્રાઈમે જપ્ત કરી લીધી છે. આ ત્રણેય કારની કિંમત તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. કિંમત પરથી જ તમને ભૂપેન્દ્રસિંહ ઝાલાના જલસાનો ખ્યાલ આવી ગયો હશે. 


ઈમાનદારીથી ધનાઢ્ય બનેલા કોઈ પૈસાદાર  પાસે પણ ન હોય તેટલી પ્રોપર્ટી લોકોને લોભામણી સ્કીમ આપીને લૂંટનારા ભૂપેન્દ્ર ઝાલા પાસે છે. ઝી 24 કલાકની ટીમે ઝાલાનું એક વૈભવી ફાર્મ હાઉસ શોધી કાઢ્યું. જલસા કરવા માટે ઝાલાએ ખરીદેલા આ ફાર્મફાઉસની કિંમત કરોડોમાં છે અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે ખરીદી કરી ત્યારે ઝાલાએ 49 લાખ 45 હજાર અને 900 રૂપિયા રોકડા આપ્યા હતા અને તેના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે. 


ભૂપેન્દ્ર ઝાલાનું ફાર્મહાઉસ 


  • કરોડોમાં છે કિંમત

  • કાળી કમાણીનો વૈભવ

  • રોકડમાં ચુકવ્યા લાખો રૂપિયા

  • કોના બાપની દીવાળી?


ઝાલા માત્ર આ વૈભવી ફાર્મહાઉસ પુરતી સમિતિ નથી. તેની પાસે અનેક ગામમાં હજારો હેક્ટરમાં જમીન હોવાનું સામે આવ્યું છે. આવી જ એક જમીનનો ખુલાસો ઝી 24 કલાકે કર્યો. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામમાં જ્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી તો ત્યાં કરોડોની જમીન મળી આવી. 13 હજાર 485 ચોરસ મીટર જમીન ખરીદીને ઝાલાએ NA કરાવી દીધી હતી. તાત્કાલિક NA કરાવીને આ જમીન પર ઝાલા કોઈ મોટું કંટ્રક્શન બાંધવાનો હતો.


ભૂપેન્દ્ર ઝાલાની જમીનની માહિતી 


  • 13,485 ચો.મી. જમીન

  • તાત્કાલિક કરાવી NA

  • ઝાલાનું કંટ્રક્શન


ભૂપેન્દ્ર ઝાલાનો વૈભવ કુબેરપતિને પણ શરમાવે તેવો હતો. તેની સાથે તેના સાગરીતોની જાહોજલાલી પણ કંઈ કમ ન હતી. ઝાલાના સાગરિત મયુર દરજી પણ લક્ઝરી કારનો શોખીન હતો. અલગ અલગ કાર સાથે મયુર દરજીની તસ્વીરો સામે આવી છે. આ દરજીને પોલીસે ઝડપી પાડ્યો છે અને કોર્ટે તેના રિમાન્ડ મંજૂર પણ કરી દીધા છે. હવે આ બે દિવસના રિમાન્ડ દરમિયાન દરજી પાસેથી ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.


ઝાલાના સાગરીતનો બંગલો 
મયુર દરજીનું વૈભવી ઘર
સાગરીતની જાહોજલાલી 
દરજીને પોલીસે ઝડપ્યો 


.પૈસાદાર હોવું કે વૈભવી લાઈફસ્ટાઈલ જીવવી તે કંઈ ગુનો નથી. પરંતુ જે પણ કમાણી હોય તે ઈમાનદારીની હોવી જરૂરી છે. કોઈને ફસાવીને કે પછી ફુલેકી ફેરવીને વૈભવ બતાવવો તે ગુનો છે. ભૂપેન્દ્ર ઝાલાએ BZ નામની કંપની ખોલીને લોકોને એકકા ડબલના નામે છેતર્યા છે. લોભામણી સ્કીમો આપીને લોકોને લૂંટ્યા છે. લોકોના પૈસાથી મોજશોખ કરતાં ઝાલા હવે ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.