કોડીનાર : સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કોડીનાર તુલાકામાં 10 દિવસમાં 62 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે ગુરૂવારે સવારથી થોડો વિરામ લીધો છે. કોડીનાર તાલુકાના 15 ગામો હજુ એવા છે કે જ્યાં કેડસમા પાણી ભરાયેલા છે. બરડા અને માઢ ગામ હજુ પણ સંપર્કવિહોણા છે. ત્યાં વાહનની અવરજવર બંધ છે. બરડા અને માઢ ગામ હજી પણ સંપર્ક વોહાણા હોવાની માહિતી  મળી રહી છે. ઉપરાંત ત્યા વાહનોની અવર જવર હજી પણ અટકેલી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે ગામના સરપંચે જણાવ્યું કે, આ અગાઉ ક્યારે પણ આ પ્રકારનો વરસાદ પડ્યો નથી. વાડીઓમાં ફસાયેલા ખેડૂતો દિવસો સુધી ભુખ્યા બેસી રહેવું પડ્યું હતું. સતત 10થી 12 દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો હતો. જો કે હવે વરસાદે વિરામ લેતા પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે. જો કે જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયેલું હતું. જ્યારે અન્ય વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયેલી હતી. 

મોટા ભાગનાં મકાનોમાં દિવસો સુધી ચુલાઓ સળગ્યા નહોતા. વિજપુરવઠ્ઠો હજી પણ તે વિસ્તારમાં ખોરવાયેલો છે. મોટા ભાગની જમીનનું ધોવાણ થઇ ગયું છે. ગામમાં 12થી વધારે પશુઓનાં મોત નિપજ્યા છે.  કોડીનાર તાલુકાને છેલ્લા 11 દિવસથી ધમરોળી રહેલા વરસાદના કારણે 15 જેટલા ગામોમાંથી લોકોની અવર જવર બંધ થઇ ચુકી છે. મોબાઇલ દ્વારા જ આ ગામો સંપર્કમાં છે.