રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નવા નોંધાયા, મૃત્યુઆંક 27 પર પહોચ્યોં
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના છેલ્લા 24 કલાકમાં 62 દર્દીઓ વધ્યા છે. જ્યારે મૃત્યઆંક અત્યાર સુધીમાં 27નો થયો છે.
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ વિદાય લેતા રોગનું પ્રમાણ વધી રહ્યું છે. મેલેરિયા, ડેગ્યુ, સ્વાઇન ફ્લૂના કેસોમાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના છેલ્લા 24 કલાકમાં 62 દર્દીઓ વધ્યા છે. જ્યારે મૃત્યઆંક અત્યાર સુધીમાં 27નો થયો છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુંઆંકમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી.
અમદાવાદમાં 24 કલાકમાં 36 દર્દીઓ
સ્વાઈન ફ્લૂને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 62 દર્દીઓ નવા નોંધાયા છે. જેમાં અડધા કરતા પણ વધારે એટલે કે, 36 જેટલા નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરત અને આણંદમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓ નોધાયા છે. અને વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમરેલી અને મોરબીમાં 2-2 નવા દર્દીઓ નોધાયા છે.
સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર
રાજ્યમાં દિવસેને દિવસે સ્વાઈન ફ્લૂ જેવા ગંભીર રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ચોમાસા બાદ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલના દર્દીઓનો આંકડો 1089 સુધી પહોંચ્યો છે. જેમાંથી 395 દર્દીઓ હજી પણ સારવાર લઇ રહ્યા છે. અને 27 લોકોના તો સારવાર દરમિયાન મોત થયા છે.