અતુલ તિવારી/અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 64મું રાષ્ટ્રીય અધિવેશન શરુ થઇ ચુક્યું છે. ત્યારે બીજા દિવસે રીવરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભ સદનથી લો ગાર્ડન સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં આશરે 5 હજાર જેટલા ABVP કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શોભાયાત્રામાં દેશના તમામ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સહીત નેપાળથી આવેલા વિદ્યાથીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ શોભાયાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું સાથે જ દેશના તમામ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ જે તે રાજ્યના પરિધાનમાં સજ્જ જોવા મળ્યા હતા.


વધુમાં વાંચો...31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી


આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી પરંતુ ABVPના કાર્યક્રરો દ્વારા જ તમામ ચાર રસ્તા સહીત રૂટ દરમિયાન ટ્રાફિકનું સ્વયં સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે રેલી કરીને એક રીતે વિદ્યાર્થી પરીષદ દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.