ઝી બ્યુરો/સુરત: આખા ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. સુરત શહેરમાં રોજે ડોગ બાઈટના 65 કેસ નોંધાઈ રહ્યા છે. વર્ષ 2022-23માં ડોગ બાઈટના 11 હજાર 818 કેસ નોંધાયા છે. શ્વાનના ખસીકરણ પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાનો દાવો કર્યો છે. તેમ છતાં પણ રખડતા શ્વાન લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. રખડતા શ્વાનના આતંકથી લોકો ડરી ડરીને ઘરની બહાર નિકળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો કાળો કહેર યથાવત છે. છેલ્લા 17 મહિનામાં સોલા સિવિલમાં 11 હજાર 444 દર્દીને સારવાર અપાઈ. જેમાં 5,453 પુખ્ત વયના લોકો અને 6 હજાર જેટલા બાળકોનો સમાવેશ થાય છે. આમ 53 ટકા જેટલા બાળખો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે.


મહત્વનું છે કે અમદાવાદની શેરીઓ, પોળ અને સોસાયટીઓમાં રખડતાં શ્વાનનો ત્રાસ એ હદે વકર્યો છે કે નાના બાળકો એકલાં જતાં પણ ડર અનુભવે છે. સોલા સિવિલમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં બાળકોની સારવારના આંકડા પર નજર કરીએ તો...


રખડતા શ્વાનનો આતંક


  • સપ્ટેમ્બર 2022માં 251 કેસ નોંધાયા

  • ઓક્ટોબર 2022માં 302 કેસ નોંધાયા

  • નવેમ્બર 2022માં 386 કેસ નોંધાયા

  • ડિસેમ્બર 2022માં 473 કેસ નોંધાયા

  • જાન્યુઆરી 2023માં 514 કેસ નોંધાયા

  • ફેબ્રુઆરી 2023માં 354 કેસ નોંધાયા

  • માર્ચ 2023માં 411 કેસ નોંધાયા

  • એપ્રિલ 2023માં 407 કેસ નોંધાયા

  • મે 2023માં 404 કેસ નોંધાયા

  • જૂન 2023માં 363 કેસ નોંધાયા

  • જુલાઈ 2023માં 333 કેસ નોંધાયા

  • ઓગસ્ટ 2023માં 290 કેસ નોંધાયા


ત્યારે હવે કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક ખસીકરણ પ્રોજેક્ટની જરૂર છે.