ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસનો બીજો વેવ શરૂ થઈ ગયો છે. ચૂંટણી બાદ સતત કેસ વધી રહ્યાં છે. પરંતુ આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 675 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. તો આ દરમિયાન 484 દર્દીઓ સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 275,197 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 4418 દર્દીઓના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો
ગુજરાતમાં આશરે ત્રણ મહિના બાદ 600થી વધુ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 161 નવા કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં શહેરમાં 141 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 96, રાજકોટમાં 65, સુરત ગ્રામ્ય 18, ભાવનગર શહેર 17, ભરૂચ 15, ખે઼ા, 15, રાજકોટ ગ્રામ્ય 14, આણંદ 13, વડોદરા ગ્રામ્ય 11, ગાંધીનગર 8, મહેસાણા 8, દાહોદ 7, ગાંધીનગર ગ્રામ્યમાં 7 કેસ સામે આવ્યા છે. 


રાજ્યમાં આજની તારીખે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના એક્ટિ કેસની સંખ્યા 3529 છે. જેમાં 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 267250 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 4418 દર્દીઓના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટચ 97.11 ટકા છે. રાજ્યમાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. અત્યાર સુધી કુલ 17 લાખ 13 હજાર 467 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અને 4 લાખ 19 હજાર 798 લકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 


[[{"fid":"313165","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube