અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનું (AMC) 2020-21 ના વર્ષનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં શાસનાધિકારી એલ.ડી દેસાઇએ સ્કુલ બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કુલનાં લક્ષ્યાંકો સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટ ગત્ત વર્ષની તુલનાએ 21 કરોડ રૂપિયા વધારીને 687.58 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020-21 ના બજેટમાં વિદ્યાર્થીના વિકાસ અને શાળાના વિકાસ માટે 136 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે 20 નવી શાળાઓ બનાવવામાં આવશે. 10 હાઇટેક શાળાઓ તેમજ 25 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: બિનસચિવાલય કૌભાંડમાં શાળાની માન્યતા રદ્દ કરવા મુદ્દાની સુનવણીમાં સંચાલક ગેરહાજર

કોર્પોરેશનની હસ્તક રહેલી 387 શાળાઓનાં 6 માધ્યમમાં કુલ 1.22 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષે કોર્પોરેશન રૂપિયા 668 કરોડ રૂપિયાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં 5 કરોડનો વધારો કરીને 673 કરોડનું કરાયું હતું. ગત વર્ષનાં બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતીઓ પાછળ 8.78 ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 11 ટકાનો વધારો કરતા 19.78 ટકા ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં 12 કરોડ રૂપિયા શાળાનાં આધુનિક કરણ ઉપરાંત જિલ્લા પંચાયત હેઠળ આવતી 109 શાળાઓને કોર્પોરેશન અંતર્ગત લાવવામાં આવશે. તમામ કર્મચારીઓનાં પગારભથ્થા અને નવીનીકરણ પાછળ 34 કરોડ સહિત 124 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube