GUJARAT માં દિવાળીના દિવસે 7 અકસ્માત, 11 ના મોત 16 ને ઇજા પહોંચી
ગુજરાતમાં દિવાળીની ઉજવણી વચ્ચે કેટલાક પરિવારોમાં માતમ છવાયું હતું. બે પરિવારના બે સગાભાઈઓના પણ મોત થયા છે. આમ પરિવાર નોધારા પણ થયા છે. રાજ્યમાં દિવાળીની સવારથી સાંજ સુધીમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માતો નોંધાયા હતા. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદ : ગુજરાતમાં દિવાળીની ઉજવણી વચ્ચે કેટલાક પરિવારોમાં માતમ છવાયું હતું. બે પરિવારના બે સગાભાઈઓના પણ મોત થયા છે. આમ પરિવાર નોધારા પણ થયા છે. રાજ્યમાં દિવાળીની સવારથી સાંજ સુધીમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માતો નોંધાયા હતા. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સવારે અરવલ્લીના ધનસુરા-મોડાસા હાઇવે પર રહિયોલ ફાટક નજીક ટેમ્પોએ કારને અડફેટે લેતા 4 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં કપડવંજના ગામના આંત્રોલીના પટેલ પરિવારના બે સગાભાઈ તેમજ રાજપુરનો અન્ય એક યુવક તથા એક શ્રમિક મળીને કુલ 4ના મોત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સ્થળેથી સ્થાનિકોને 50 હજાર રોકડા અને ત્રણ મોબાઈલ મળી આવતા ધનસુરા પોલીસને સુપ્રત કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-ધનસુરા રોડ પર ટેમ્પો-ટ્રકે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના મયંક વાસુદેવ પટેલ, નીરવ વાસુદેવ પટેલ, રાજપુરના બિપીન રણછોડભાઈ પટેલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કાંતિ લાલ રોતનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ કાંતિલાલ નાનજીભાઈ કટારાને ઈજા થઈ હતી. આ 5 લોકો સવારે મોડાસાથી ધનસુરા પરત ફરી રહ્યા હતા, ત્યારે રહિયોલ ફાટક નજીક ટ્રક યમદૂત બની ત્રાટકી કારને ધડાકાભેર ટક્કર મારતા કારમાં સવાર 3ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ ઉપરાંત લીંબડી-અમદાવાદ હાઇવે પર બંધ ટ્રક પાછળ ઇકો ટકરાતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મહેમદાવાદના વિરોલ પાસે હિટ એન્ડ રનમાં પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. લાઠીથી ઢસા વચ્ચે 2 ખાનગી બસ વચ્ચેના અકસ્માતમમાં 10 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. દાહોદનાં નસીરપુર ગામ હાઇવે પર ત્રિપલ અકસ્માત થયો હતો. જ્યારે અમદાવાદના એક પરિવારનાં જ બે સગાભાઇોનાં અકસ્માતે મોત નિપજ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube