સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટમાં પબજી ગેમ રમનારાઓનો સપાટો બોલાવાયો છે. રાજકોટમાં પ્રતિબંધિત ગેમ પબજી રમનારા એક જ દિવસમાં 7 યુવકોને પકડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને 7 યુવકોને પબજી ગેમ રમતા ઝડપી પડાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 7 યુવકો ઝડપાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાયો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતું કે, પબજી ગેમ રમનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે અને બાળકોના અભ્યાસમાં પબજી ગેમને લઈ અસર જોવા મળતા આ પ્રતિબંધ લગાવાયો હતો. 9 માર્ચથી રાજકોટમાં પબજી પર પ્રતિબંધ મૂકાયો છે. 


ઉલ્લેખનીય છે, સૌરાષ્ટ્રમા અનેક શહેરમાં પબજી ગેમ પર પ્રતિબંધ લગાવાયો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો જામનગર, અરવલ્લી, ગીર-સોમનાથ જિલ્લામાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કહેવાયુ છે કે, હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે. તેમજ આ ગેમ રમતા કોઈ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.