કેતન બગડા, અમરેલી: ભાવનગર જિલ્લાના રંઘોળામાં થયેલ ગમખ્વાર અકસ્માતની શાહી હજી સુકાઈ નથી ત્યાં અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર 15 ફૂટના પુલ પરથી ટ્રક ખાબકતા 7 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ શુક્રવારે (22 જૂન) મોડી રાતે રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક ઉના તરફથી મહુવા બાજુ જઈ રહેલી ટ્રકે કાબુ ગુમાવતા 15 ફૂટના પુલ પરથી નીચે ખાબકતા ટ્રક માં સવાર 60 થી વધુ લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતાં. ઇજાગ્રસ્તોએ સિસિયારી બોલાવી હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ટ્રકની નીચે દબાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે અને ઉના તાલુકાના સોખડા ગામે કોળી પરિવારના ત્યાં સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે રાજુલાના નિંગાળા નજીક ગમખ્વાર અકસમાત સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.


108 સહીત સામાજિક સંસ્થા અને ત્યાં આવેલ ઔદ્યગિક કંપનીઓ ની 8 જેટલી એમ્બ્યુલન્સ વડે તમામ મૃતદેહો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલા  હોસ્પિટલ  માં ખસેડવામાં આવ્યા. રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો ઘાયલોને સારવાર આપવા દોડી આવ્યા હતા. જેથી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી હતી.ઘટના ની જાણ થતા રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય અંબરીશ ડેર સહીત ના લોકો પણ હોસ્પિટલ એ દર્દી અને ઇજાગ્રસ્થો ની મદદ કરવા માટે દોડી આવ્યા અને જરૂરી મદદ કરવા માં આવી હતી. તેમણે આ ઘટના ખુબ જ દુઃખદ ગણાવી હતી.


રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ પોતાના ટેકેદારો અને ભાજપ ના હોદેદારો કાર્યકરો સાથે હોસ્પિટલ માં પોહચી ઇજાગ્રસ્થો ને મદદ પુરી પાડી હતી અને પૂર્વ ધારાસભ્ય એ જણાવ્યું હતું એકજ પરિવાર ના 4 ના મોત નિપજ્યા તે ખુબ દુઃખદ ઘટના છે અને સરકારે જે ગરીબ લોકો માટે સસ્તા દરે એસટી સુવિધા જાહેર કરી છે તેનો લોકો ઉપયોગ કરે તો આ પ્રકાર ના ગમખ્વાર અકસ્માત માંથી બચી શકાય અમરેલી જિલ્લા માં ભાવનગર ના રંઘોળા બાદ આ સૌથી મોટી ઘટના ગણાઈ રહી છે. ઘટના સ્થળે જ 7 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 25થી વધુ લોકોને નાની મોટી ઇજા ઓ થઈ છે.


મૃતક ના નામ .....


1 - કેસરબેન શ્યામજીભાઈ બારૈયા - 50 વર્ષ - નવા જાદરગામ


2 - જયસુખભાઈ સિંધવ - 17 વર્ષ - માળીયા ગામ


3 - સમજુબેન અરજણ ભાઈ - 50 વર્ષ - કવેરી ગામ


4 - ભાનુબેન રમેશભાઈ -  36 વર્ષ - માળિયા ગામ


5 - ભરતભાઇ લાખાભાઈ - 36 વર્ષ - મોટા જાદરા ગામ


6 - હરેશભાઇ રમેશભાઈ -  12 વર્ષ - માળીયા ગામ


7 - શોભાબેન રમેશભાઈ - 14 વર્ષ - માળીયા ગામ.