ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Bhavnagar Heavy To Heavy Rains: હજુ પણ ગુજરાતમાં 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હજું 24 કલાક માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
મહુવાના કોલેજ રોડ, ગાંધીબાગ, ગોકુળનગર, પરશુરામ ચોક, જનતા પ્લોટ અને સ્વામિનારાયણ મંદિર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મહુવા શહેર અને પંથકમાં સારો વરસાદ પડતાં નદી નાળા છલકાય ગયા છે. ધોધમાર વરસાદના પરિણામે તાલુકાના બગડ, રોજકી અને માલણ ડેમ ઓવરફ્લો થયા હતા.
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસાદ નોંધાયેલો હતો. ભાવનગર શહેર જિલ્લામાં બપોર બાદ મેઘો ફરી મંડાયો હતો. જિલ્લામાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે અનરાધાર બેટિંગ નોંધાવી હતી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો હતો. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા.
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
વલભીપુર.....92mm
ઉમરાળા......103mm
ભાવનગર.....41mm
ઘોઘા...........64mm
શિહોર.........75mm
ગારીયાધાર...31mm
પાલીતાણા...79mm
તળાજા.......34mm
મહુવા.........173mm
જેસર.........87mm
આ વિસ્તારો સાવધાન...ડૂબાડી દે એવો ગુજરાતમાં વરસાદ થશે! મોટા વાવાઝોડાંની પણ શક્યતા!
ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ એવરેજ 788.4 mm વરસાદ નોંધાયો છે. 8 કલાકમાં મહુવા 7 ઇંચ, જેસરમાં 3.5 ઇંચ, તળાજામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે 6 થી 10 દરમ્યાન 4 કલાકમાં વલભીપુરમાં 3.5 ઇંચ, ઉમરાળામાં 4 ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, ઘોઘામાં 2.5 ઇંચ, સિહોરમાં 3 ઇંચ, ગારિયાધારમાં 1.2 ઇંચ જ્યારે પાલિતાણામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો.