ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે એક મોટી દુર્ઘટના બની છે. જેમાં બાળકો સહિત 3 બાળકો સહિત 8 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ 8 લોકોને હોસ્પિટલ ખસેડયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી


વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 7થી વધુ લોકો ડૂબ્યા હતા. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ વાગરાના MLA અરૂણસિંહ રાણાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 


2000 Notes Ban: જો તમારી પાસે છે તો શું કરવું, જાણો તમને મૂંઝવતા દરેક સવાલનો જવાબ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત 7 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 7થી વધુ લોકો ડૂબ્યા હતા. 


RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો


બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.


કેટલા રૂપિયામાં પ્રિન્ટ થાય છે 100, 500, 2,000ની નોટ,એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?