તૃષાર પટેલ/વડોદરા :વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. આ બાળકને ખંભાતથી ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયો હતો. બાળ દર્દીનો ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોંગો હોવાની શંકા ઉપજતાં તેનો રિપોર્ટ કઢાવાયો હતો. કોંગોના કારણે બાળ દર્દીના મોત બાદ હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગ બોલાવી જરૂરી આયોજન કરાયું છે. વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં શહેર જિલ્લામાં કોંગોના બે દર્દીઓ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકાયેલું મહાકાય ડાયનાસોરનું સ્ટેચ્યુ પડી ગયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના લાખ પ્રયત્ન છતાં રાજ્યમાં કોંગો ફિવર ઘટવાનું નામ લેતો નથી. રાજ્યભરમાં કોંગો ફીવરએ કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને પશુઓ પર થતી ઈતરડી વ્યક્તિઓને કરડતા કોંગો ફીવર થતો હોય છે. ત્યારે આરોગ્ય તંત્ર આ કોંગો ફિવરને ડામવા ફોગીંગ સહિતની કામગીરી કરી રહ્યું છે અને શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના પણ રીપોર્ટ કરાવી રહી છે.


અંબાજી : મંગળા આરતીમાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મૂક્યો


આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડીના ભાગમાંથી મળી આવે છે. પ્રથમ વખત 2011માં કોંગો વાયરસ ગુજરાતમાંથી મળી આવ્યો હતો. તેના બાદ કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વડનગરમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા. કોલાટ ગામમાં સૌ પ્રથમ કોંગો ફિવરનો કેસ મળી આવ્યો હતો. 2011થી દર વર્ષે આ વાયરસના કેસ નોંધાય છે.


આ વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય અને પશુપાલન તેમજ ખેતીવાડી વિભાગ સાથે મળીને કામ કરે છે. આ મામલે પશુપાલન વિભાગ વાયરસવાળી ગાયો અને ભેંસોની સારવાર કરવાનું કામ કરે છે. પશુપાલન વિભાગે પ્રાણીઓના લોહીના નમૂના લીધા, જે દરેક જિલ્લામાંથી મળી આવ્યા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :