Jamnagar: વુમન્સ રણજી ટ્રોફીમાં જામનગરની 7 યુવા મહિલા ક્રિકેટરોને મળ્યું સ્થાન
જામનગર એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક મહાન ક્રિકેટરો આપ્યા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પણ જામનગરનું અનેરું યોગદાન રહેલું છે. જેમાં વધુ એક યશકલગીનો ક્રિકેટ ક્ષેત્રે જામનગરમાં ઉમેરો થયો છે.
મુસ્તાક દલ, જામનગર: જામનગર એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક મહાન ક્રિકેટરો આપ્યા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પણ જામનગરનું અનેરું યોગદાન રહેલું છે. જેમાં વધુ એક યશકલગીનો ક્રિકેટ ક્ષેત્રે જામનગરમાં ઉમેરો થયો છે. ખાસ કરીને ક્રિકેટ ક્ષેત્રે હવે મહિલાઓ પર ધીમે ધીમે આગળ આવી રહી છે. ત્યારે BCCI સંચાલિત મહિલા રણજી ટ્રોફીની વન-ડે ટીમમાં જામનગરની એકીસાથે 7 યુવા મહિલા ક્રિકેટરોને સ્થાન મળતા ઈતિહાસની પ્રથમ ઘટના સર્જાય છે.
જામનગર સીનીયર વુમન્સ ક્રિકેટર રિધ્ધિ રૂપારેલની કેપ્ટન તરીકે રણજી ટ્રોફીમાં અને તેના સહિત જામનગર સીનીયર વુમન્સ ક્રિકેટની 7 સીનીયર વુમન્સ ક્રિકેટર સૌરાષ્ટ્ર (SCA) ની (રણજી ટ્રોફી) વન-ડે ટીમમાં પસંદગી પામેલ છે. તમામ પસંદગી પામેલ મહિલા યુવા ક્રિકેટર ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવી રહી છે અને આ સ્થાન મેળવવા માટે તેમણે દિવસ-રાત એક કરી ક્રિકેટમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનાથી પરિવારજનો અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા જામનગરની ક્રિકેટ પ્રેમી જનતામાં ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે.
ઉઘાડી તલવારે યુવકની લુખ્ખાગિરી અને રોમિયોગિરી દ્વશ્યો સીસીટીવીમાં થઇ કેદ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત સીનીયર વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ તા.31 ઓક્ટોબર થી નાગપુર ખાતે રમાશે. જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 7 સીનીયર વુમન્સ સૌરાષ્ટ્ર (SCA) ની ટીમમાં પસંદગી પામેલ છે. મહિલા ક્રિકેટ ટીમમાં આ ઘટના પ્રથમ વખત બનેલ છે કે એક સાથે જામનગરની 7 સીનીયર વુમન્સ ક્રિકેટર ને સ્થાન મળેલ છે. જેમાં કેપ્ટન તરીકે પણ જામનગરની રિધ્ધિ રૂપારેલ પસંદગી પામેલ છે. જે જામનગર વાસીઓ માટે ગૌરવની વાત છે.
આ દરેક વુમન્સ ખેલાડી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ કે જેણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પણ તાલીમ આપી હતી એમની પાસે કોચીંગ લઇ રહેલ છે. ભવિષ્યમાં આ તમામ યુવા મહિલા ક્રિકેટરો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામે તેવી આશા જામનગર મા લોકો રાખી રહ્યા છે.
મહિલા ટીમમાં સમાવેશ થયેલ યુવા ખેલાડીઓના નામ
રિધ્ધિ રૂપારેલ (કેપ્ટન)
નેહા ચાવડા
જયશ્રી જાડેજા
ધરની થાપતેલા
રીના સવાસડીયા
સુઝાન સમા
મુસ્કાન મલેક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube