અમદાવાદ: આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમની પાસે નાણાકીય સંસાધનો નહીં હોવાથી બાળકોના શિક્ષણ સહિત તેમનું અસ્તિત્ત્વ ટકાવાના સાંસા પડી ગયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારના પડકારજનક સમયમાં સમગ્ર ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારોની 70 દીકરીઓને નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપનો લાભ મળશે. જેમના એક વર્ષના શિક્ષણનો સમગ્ર ખર્ચ આ સ્કોલરશિપ મારફતે પૂરો પાડવામાં આવશે. નિષ્ણાતોની એક પસંદગી સમિતિ દ્વારા આ સ્કોલરશિપ માટે અરજી કરનારા 3,212 વિદ્યાર્થીઓમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.


આ સ્કોલરશિપ એન. કે. પ્રોટીન્સ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે - જેને સુપ્રસિદ્ધ બિઝનેસમેન અને એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સ્વ. નિલેશભાઈ પટેલની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી. આ સ્કોલરશિપને માર્ચ 2021માં શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને વાર્ષિક રૂ. 1 લાખથી પણ ઓછી આવક ધરાવતા વંચિત પરિવારની દીકરીઓને શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડીને મદદરૂપ થઈ શકાય.


આ પહેલ અંગે વાત કરતાં એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ એ સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રથમ ડગલું છે. નેલ્સન મંડેલા કહે છે તેમ, શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ આપ વિશ્વને બદલવા માટે કરી શકો છો. અમારા પૂજ્ય પિતા અને અમારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સ્વ. નિલેશભાઈ પટેલ દીકરીઓને ભણાવવામાં અને તેમનું સશક્તિકરણ કરવામાં દ્રઢ વિશ્વાસ રાખતા હતા. તેમના આ વિઝનને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ મારફતે આર્થિક સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થવા આ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે. દીકરીઓને ભણાવવાનું આ ઉમદા કાર્ય તેમના હૃદયથી ખૂબ નજીક હતું, જે તેમના વ્યક્તિગત સંઘર્ષનો પડઘો પાડે છે.’


શિક્ષણ એ એક વ્યક્તિ, એક કુટુંબ અને એક સમુદાયના ઉત્થાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમને એક ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડે છે. દીકરીઓ માટેની આ સ્કોલરશિપ ચોક્કસપણે તેમના વિઝનને સાકાર કરશે. વળી તે આ રોગચાળાના સમયમાં વધુ પ્રાસંગિક પણ છે, જ્યારે ઘણાં પરિવારોએ તેમના કમાણી કરનારા સભ્યને ગુમાવી દીધાં છે કે પછી પોતાની આવક ગુમાવી દીધી છે.’


3,200થી વધુ દીકરીઓએ ઓનલાઇન અરજી કરીને આ સ્કોલરશિપ મેળવવામાં રસ દાખવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ 31 મે સુધીમાં અરજી કરવાની હતી, જેના પછી નિષ્ણાતોની એક પસંદગી સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube