કૃતાર્થ જોશી/અમદાવાદ : કોરોનાનો ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020નાં રોજ નોંધાયો હતો, જ્યારે ગુજરાતમાં રાજકોટ ખાટે 19 માર્ચનાં દિવસે નોંધાયો હતો. ત્યાર બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. દિવસનાં માત્ર 2-4 કેસ નોંધાતા હતા ત્યારે ગુજરાતનાં ટોચના અધિકારીઓ ગર્વિષ્ટ ચાલે આવતા અને માત્ર આટલા જ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં તમામ તૈયારીઓ સજ્જડ છે આપણે કોરોનાને હરાવીશું જેવા બણગા ફુંકીને ચાલતી પકડતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: પુત્રના ત્રાસથી કંટાળેલી વૃદ્ધ અશક્ત મહિલા કલેક્ટરને રજુઆત કરવા માટે પહોંચી


જો કે જેમ જેમ કોરોનાનો કહેર વધવા લાગ્યો તેમ તેમ અધિકારીઓ ધીરે ધીરે પોતાની રીતે અથવા તો સરકારી દબાણને વશ થઇને પોતાનો હાથ પાછો ખેંચવા લાગ્યા. જેમાં પહેલ તમામ શહેરોનાં કલેક્ટરો દ્વારા કરવામાં આવી. રોજિંદિ રીતે થતી દરેક શહેરનાં કલેક્ટરની પત્રકાર પરિષદો આકરા સવાલો પુછાવા લાગતા બંધ થઇ. ત્યાર બાદ સમગ્ર ગુજરાતની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર આપતા, રાજ્યના કાયદો અને વ્યવસ્થાની માહિતી રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા આપતા અને આરોગ્ય લક્ષી માહિતી અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવી આપતા હતા. જો કે હવે આ ત્રણાંથી એક પણ અધિકારી જોવા મળતા નથી.


online rummy રમીને અમદાવાદી યુવક 4.39 લાખ રૂપિયા હારી ગયો


તમામ અધિકારીઓએ કાચબાની જેમ હાથ પગ સંકોરી લીધા
ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીની પત્રકાર પરિષદ રોજિંદી રીતે થતી હતી હવે તે લગભગ રદ્દ જેવી થઇ ગઇ છે. છેલ્લા શનિવારથી એક પણ વખત તેઓ આવ્યા નથી. રાજ્યનાં પોલીસ વડા દ્વારા પણ જે પત્રકાર પરિષદ થતી હતી તે પણ લાંબા સમયથી થતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારની પણ પત્રકાર પરિષદ ટાળવામાં આવી રહી છે.


અમદાવાદના પોલીસ ઓફિસરે જ ખંડણી માંગી, યુવતીના ફોટો-વીડિયો વાયરલ કરવાની આપી ધમકી


પ્રથમ પત્રકાર પરિષદ, ત્યારબાદ ફેસબુક લાઇવ હવે ધબડકો
અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતી તબક્કામાં તમામ અધિકારીઓ પત્રકાર પરિષદનો જ આગ્રહ રાખતા હતા. જો કે ધીરે ધીરે ગુજરાતની સ્થિતી વિકટ થવા લાગી એટલે પરંપરા જાળવી રાખવા માટે ફેસબુક લાઇવના માધ્યમથી જેટલી માહિતી આપવી હોય તેટલી આપીને ચાલતી પકડવાની નીતિ અખતિયાર કરી. જો કે આમાં પત્રકારોનાં સવાલોથી તો બચી જવાતું હતુ પરંતુ જનતા સીધી જ સવાલ પુછવા લાગી હતી. જેથી ફેસબુક લાઇવ પણ બંધ કરીને માત્ર હવે પીડીએફ ફાઇલ પકડાવી દેવામાં આવે છે. બાકી બધુ જ જનતાએ જાતે સમજી લેવાનું છે.


12 લાખથી વધુ શ્રમિકોની ગુજરાતમાંથી હિજરતથી ઉદ્યોગોના પ્રોડક્શન પર પડી મોટી અસર


સરકારે લોકોને હવે ભગવાન ભરોસે છોડ્યા?
જે પ્રકારે કેસમાં વધારો થઇ રહ્યો છે તેમ છતા પણ સરકાર એક પછી એક પ્રતિબંધો હટાવી રહી છે તે જોતા સ્પષ્ટ રીતે સરકારે હવે લોકોને રામ ભરોસે છોડી દીધા હોય તેવું લાગી રહ્યું છે. સરકાર હવે કોરોનાને જીવનો એક ભાગ સમજીને એક્ઝિટ પ્લાન (હર્ડ ઇમ્યુન સિસ્ટમ) તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં પણ સ્થિતી સમાંતર જ ચાલી રહી છે. 


વિજય નેહરા બાદ રૂપાણી સરકાર આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનો પણ ઘડો-લાડવો કરી શકે : સૂત્ર


ગુજરાતનાં 70 ટકા લોકો કોરોના પોઝિટિવ હોવાનો ઉલ્લેખ
હાઇકોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા આડકતરી રીતે સ્વિકાર કરવામાં આવ્યો હતો કે સરકારે ટેસ્ટિંગ ઘટાડ્યું છે. આ સાથે એક સ્ફોટક તથ્ય પણ આપ્યું હતું કે જો ટેસ્ટિંગ વધારવામાં આવે તો ગુજરાતનાં 70 ટકાથી પણ વધારે લોકો કોરોના પોઝિટિવ નિકળે તેવી શક્યતાઓ છે. તેવામાં સરકાર દ્વારા ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું છે. તો સવાલ એ થાય છે કે શું ટેસ્ટિંગ ઘટાડી દેવાથી કોરોના કાબુમાં આવી જશે. આ તો પ્રકાશ વધારે હોય તો આંખો બંધ કરી દો એટલે પ્રકાશ આપોઆપ ઘટી જશે તેવી વાત થઇ. તેવામાં સરકાર અને તેની મંશા પર સવાલો ઉઠી રહ્યા છે.


લોકડાઉન લવસ્ટોરી : પ્રેમિકાને મળવા મહિલાનો વેશ ધારણ કરીને પહોંચ્યો પ્રેમી


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે હાલ સ્થિતી સૌથી વધારે ખરાબ છે. સરેરાશ 200-250 કેસ આવતા હતા તેના બદલે હવે રોજિંદી રીતે 400ની આસપાસ નવા કેસ આવે છે ત્યારે તમામ અધિકારીઓ ન માત્ર પોતાની જવાબદારીઓથી બચી રહ્યા છે પરંતુ જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે. સરકાર કે અધિકારીઓ કોઇ પણ કાંઇ બોલવા માટે તૈયાર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube