મૌલિક ધામેચા/અમદાવાદ: ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનોની  આગામી દિવસોમાં ભરતી કરાશે, આ ભરતી માં 700 જગ્યાઓ જગ્યા માટે 18000  ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે 9 પાસ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે.અગાઉ 700 TRB જવાનોને ગેરશિસ્ત ,ગેરરીતિ બદલછુટા કરવામાં આવેલા જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ટ્રાફિક વિભાગે ફોર્મ બહાર પાડયા હતા.જેમાં 9 પાસથી વધારે ભણેલા લોકો અરજી કરી શકે છે. અને હાલ સુધી 18000 જેટલા ઉમેદવારી નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ટ્રાફિક પોલીસ  પૂર્વ વિભાગના DCP ભગીરથ ગઢવી એ અંગે મીડીયાને માહિતી આપતા કહ્યું કે  ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા હેતુસર 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. જેને લઈ ભરતી પ્રક્રિયા 23 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ભરતીમાં પ્રથમ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલ અપની પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજાશે.


સાથે ગેરરીતિ તેમજ ગેરશિસ્ત રોકવા માટે આ વખતે પરીક્ષા બાદ  ફાઇનલ થયેલ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.જેમાં ડીસીપ્લીન,નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે.આ ભરતી થયેલાં ઉમેદવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડની નવી ભરતીમાં સિલેક્ટ થનાર જવાનને દૈનિક 300 રૂપિયા લેખે વેતન આપવામાં આવશે તથા આ ટીઆરબી જવાનો 28 દિવસ કામ કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube