તેજસ મોદી, સુરત: કોરોના કેસ મામલે સુરત રાજ્યમાં બીજા ક્રમે છે. ત્યારે આજે રાજ્યમાં કુલ 376 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરતમાંથી 20 નવા કેસ આજે નોંધાયા છે. જો કે, સુરતવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, એક જ દિવસમાં 75 દર્દિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronavirus: અમદાવાદીઓના માથે કોરોનાનો ખતરો, 376 નવા કેસ સાથે આંકડો 5804 પહોંચ્યો


કોરોના મામલે રાજ્યમાં બીજા ક્રમે આવતા સુરતમાં કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. જો કે, ગઇકાલે સુરતમાં 686 કેસ હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં આજે 20 નવા કેસ સામે આવ્યા છે. જોકે, લિબાયત ઝોનના દર્દીઓ સૌથી વધુ હોવાથી તમામને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ સામે સુરતમાં આજે એક દર્દીનું મોત થયું છે.


આ પણ વાંચો:- કોરોના વાયરસની સોલીડારિટી ટ્રાયલ માટે ગુજરાતને મંજૂરી


તો બીજી તરફ સુરતવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે એક જ દિવસમાં 75 દર્દિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સુરતમાંથી કુલ 206 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાંથી આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઇને સુરતનો ડિસ્ચાર્જ રેટ 37 ટકા પર પહોંચ્યો છે. તો આસાથે ડબલિંગ રેટ પણ 12થી વધીને 14 દિવસનો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube