ભારે હિમવર્ષાનો કહેર: મહેસાણાનાં અનેક પરિવાર મસૂરીમાં ફસાયા
છેલ્લા અનેક દિવસોથી ઉતર ભારતમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે સંપુર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. જેના કારણે ફરવા માટે આવેલા લોકો પણ ફસાઇ ગયા છે. રોડ રસ્તા બ્લોક હોવાનાં કારણે મોટા પ્રમાણમાં સહેલાણીઓ પણ ફસાયા છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ફસાયા છે. મસુરીમાં ભારે હિમવર્ષાને કારણે મહેસાણાના ગોઝારીયાનાં 75 પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
અમદાવાદ : છેલ્લા અનેક દિવસોથી ઉતર ભારતમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે સંપુર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. જેના કારણે ફરવા માટે આવેલા લોકો પણ ફસાઇ ગયા છે. રોડ રસ્તા બ્લોક હોવાનાં કારણે મોટા પ્રમાણમાં સહેલાણીઓ પણ ફસાયા છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ફસાયા છે. મસુરીમાં ભારે હિમવર્ષાને કારણે મહેસાણાના ગોઝારીયાનાં 75 પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા
આ પ્રવાસીઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે આ પ્રવાસીઓ બે બસમાં ઉત્તર ભારત ફરવા માટે પ્રવાસ ઉપડ્યો હતો. જો કે દરમિયાન ભારે હિમવર્ષાને કારણે લોકો ફસાયા છે. હાલ તો હિમ વર્ષા અટકે અને રસ્તાઓ ખુલ્લે તો તેઓ પરત આવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ તેમના સતત સંપર્કમાં છે. ઉપરાંત પરિવારનાં લોકોને પણ ચિંતા નહી કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube