રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી થઈ, જુઓ કોને કયુ વિભાગ અપાયું?
રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી કરી છે. તો જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ પહેલા જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર પદે કાર્યરત હતા.
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી કરી છે. તો જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ પહેલા જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર પદે કાર્યરત હતા.
નામ પહેલા પોસ્ટીંગ હવે પોસ્ટીંગ
પુનમચંદ પરમાર - હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં એડિ.ચીફ સેક્રેટરી - એડિશનલ ચીફ સેક્રેટરી, એગ્રિકલ્ચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન
સંગીતા સિંઘ - એડિ. ચીફ સેક્રેટરી, જનરલ એડમિનીસ્ટ્રેશન, સચિવાલય - એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટ
પંકજ જોશી - એમડી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. - પ્રિન્સીપાલ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ, એનર્જિ એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય
જગદીશ પ્રસાદ ગુપ્તા - પ્રિન્સીપાલ સેક્રેટરી, વોટર સપ્લાય, સચિવાલય - ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ
ડો.જયંતી રવિ - કમિશનર ઓફ હેલ્થ - પ્રિન્સીપાલ સેક્રેટરી, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ
રુપવંત સિંઘ - કમિશનર, જિયોલોજી-માઈનિંગ - સેક્રેટરી ટુ ગર્વમેન્ટ, ફાઈનાન્સ વિભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી
વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમ.એસ. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા તેઓ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના એમડીની પોસ્ટ પર હતા. રૂપાણી સરકારમાં ગુડ બુકમા સ્થાન ધરાવતા એમએસ પટેલની વડોદરા નિમણૂંક કરાઈ છે. આગામી ચૂંટણીઓ સાથે વડોદરાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ સરકારે એમ. એસ. પટેલ પર પસંદગી ઢોળી હોવાની ચર્ચા ચાલી રહી છે.
પોરબંદરને નવા કલેક્ટર મળ્યા છે. ખેડા-નડિયામાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા એન.ડી. મોદીને પોરબંદરના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. આમ, પોરબંદરને એન.ડી મોદી નવા કલેક્ટર તરીકે મલ્યા છે.
પંચમહાલ-ગોધરાના નવા કલેક્ટર તરીકે અમિત અરોરાની નિમણૂ્ક કરવામાં આવી છે. તેઓ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
અમૃતેશ ઔરંગાબાદકરની વડોદરા કોર્પોરેશનમાં નવા રિજનલ કમિશનર તરીકે નિમણૂ્ક કરાઈ
અનિલ દામમિયાની અરવલ્લી-મોડાસાના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ
ગૌરાંગ મકવાણા ભાવનગરના નવા કલેક્ટર બન્યા
એમ.ડી.મોડીયાની ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂંક થઈ
આરદ્રા અગ્રવાલ નવસારીના નવા કલેક્ટર બન્યા. નવસારી જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયાની બદલી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :