અમદાવાદ: રાજ્યમાં આજે (રવિવારે) લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આજે રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાં પરીક્ષા આપશે. મહત્વનું છે, કે 9173 જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પણ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત 
રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પરીક્ષા સેન્ટરો પર ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 283 સેન્ટરો પર પરીક્ષા યોજાઇ રહી છે. તમામ સેન્ટરો પર એક પીએસઆઇ, એક એએસઆઇ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. 73 ફ્લાઇંગ સ્કોડ સમગ્ર પરીક્ષા દરમિયાન દેખરેખ રાખશે.


વધુ વાંચો...વૈભવી જીવન જીવતી કરોડપતિ પિતાની દીકરી લેશે દિક્ષા, સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે 2 વિદ્યાર્થીનીઓ


સુરતમાં પણ 70 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા 
સુરતમાં પણ લોકરક્ષક દળ માટે 70 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. સુરત શહેરની 172 શાળાઓમાં પરીક્ષા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષામાં કોઇ પ્રકારની ગેરરીતી ન થાય તે અંગેની પૂરેપૂરી તકેદારી રાખવા માટે શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્રને સતર્ક રહેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં આશરે 5 હજાર જેટલા કર્મચારીઓનો પરીક્ષા પર દેખરેખ રાખી રહ્યા છે.