અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ એક પછી એક ભેટ મળી રહી છે. સ્ટેચ્યુ પહોંચવા માટે સી પ્લેન બાદ હવે રેલવે દ્વારા પણ કનેક્ટિવિટી વધારવામાં આવી છે. 17 જાન્યુઆરીથી અહીં ટ્રેન સેવા શરૂ થવા જઇ રહી છે. 17 જાન્યુઆરી સવારે 11 વાગ્યે દેશનાં વિવિધ પ્રદેશો સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લીલી ઝંડી PM દ્વારા આપવામાં આવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય પણ ઘણા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદથી SOU જવાની ટ્રેનની સુવિધા જોઇ આંખો થઇ જશે ચાર, આખા કાચથી બનેલા કોચ અને એવી સુવિધા કે...


કેવડિયાથી મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ જાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઇન, પ્રતાપનગર કેવડિયા નવા વિદ્યુતિકરણ રેલ ખંડ તથા ડભોઇ ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઇમારતોનું ઉદ્ધાટન કરાશે. આ ઉપરાંત આ ઇમારતોને સ્થાનિક તેમજ વીઆઇપી મુસાફરોની સુવિધા અનુસાર મોડીફાઇ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. 


કોરોનાની રસી લઈને 3 કલાક પૂરા થયા, હજી સુધી કોઈ આડઅસર નહિ


આ પ્રોજેક્ટ્સના કારણે નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉત્પન્ન થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃતિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપુર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડાશે જેના કારણે આ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થશે. સામાજિક આર્થિક રીતે આ વિસ્તારનો વિકાસ થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં પણ વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube