રાજકોટ કમિશ્નર તોડ કાંડના પડઘા: રાજકોટ પોલીસના 8 PSI ની સાગમટે બદલી, PI પણ ગાંધીનગર ભેગા
દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમ બ્રાંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ અંગે લેખિત ફરિયાદ બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઉપરાંત આ અંગે કડક કાર્યવાહી શરૂ થતાની સાથે જ અનેક નવા ફરિયાદીઓ પણ સામે આવ્યા હતા. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ 8 PSI રાજકોટ બહાર અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. અમુક PSI રાજકોટ બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
રાજકોટ : દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમ બ્રાંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ અંગે લેખિત ફરિયાદ બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઉપરાંત આ અંગે કડક કાર્યવાહી શરૂ થતાની સાથે જ અનેક નવા ફરિયાદીઓ પણ સામે આવ્યા હતા. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ 8 PSI રાજકોટ બહાર અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. અમુક PSI રાજકોટ બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
ક્રાઇમબ્રાંચના પીઆઇ વિરલ ગઢવીની પણ બદલી કરી દેવાઇ છે. વડોદરામાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કુલ ખાતે વિરલ ગઢવીને પોસ્ટિંગ અપાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ કેસમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. એક સાથે રાજકોટનાં તમામ પીએસઆઇઓની બદલી કરવામાં આવી હતી. તમામ રાજકોટ શહેરનાં પીએસઆઇઓની બદલી કરાઇ હતી. ધાખડા પ્રવિણભાઇ માધુભાઇ (વડોદરા શહેર), જાડેજા વનરાજસિંહ જશુભા (સુરત શહેર), ઝાળા મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ (પશ્ચિમ રેલવે અમદાવાદ), રબારી મહેશભાઇ વાલજી ભાઇ (પશ્ચિમ રેલવે વડોદરા), જેબલીયા પૃથ્વીરાજ બાભલુભાઇ(વડોદરા શહેર), ખાચર જયરાજભાઇ અકુભાઇ(કચ્છ પશ્ચિમ), અંસારી મહમદઅસ્લમ શૌકતઅલી (વડોદરા ગ્રામ્ય), પંડ્યા તુષાર બકુકભાઇ (તાપી-વ્યારા) અને પોલીસ ઇન્સપેક્ટર આર. વાય રાવલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમબ્રાંચ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સાંસદ અને ધારાસભ્યએ પોલીસ અને પોલીસ કમિશ્નર વિરુદ્ધ ફરિયાદ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યની ફરિયાદના પગલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ દોડતા થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube