કેવડિયા: કર્ણાટકનાં 800 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરકાવ્યો 1000 ફુટ લાંબો ત્રિરંગો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં તમામ મહેમાનોએ 1000 ફુટનો ત્રિરંગો માનવ સાંકળ રચીને ફરકાવ્યો હતો. જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખો નજારો સર્જાયો હતો.
કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં તમામ મહેમાનોએ 1000 ફુટનો ત્રિરંગો માનવ સાંકળ રચીને ફરકાવ્યો હતો. જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખો નજારો સર્જાયો હતો.
અલંગ-ભાવનગરમાં ગુંડારાજ સામે વેપારીઓએ બાંયો ચડાવી, તંત્ર કડક કાર્યવાહીના મુડમાં
જસદણના શિવરાજપુર ગામે ચેકડેમમાં બળદગાડુ ખાબક્યું, મહિલાનું મોત
આ પ્રવાસીઓએ ત્રિરંગાની ગરિમા જાળવવા માટે ક્યાંય પણ ઝંડો નીચે ન સ્પર્શે તે પ્રકારે સમગ્ર પરિસરમાં ત્રિરંગાને સાચવીને ફર્યા હતા. આ હજાર ફુટના ત્રિરંગો બનાવવામાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. જેના માટે કર્ણાટકના જ અલગ અલગ જિલ્લામાંથી લાંબા તાકાલઇને બનાવવામાં આવ્યો હતો. આ પ્રવાસનાં આયોજકોએ જણાવ્યું કે, રાષ્ટ્રભાવના અને એકતાને સંદેશ આપવા માટે આ પ્રવાસ ખેડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસે 800 લોકો બસ માર્ગે આવ્યા હતા.