અમદાવાદ: ઇસ્કોન દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 800 કિલો વજનની ભગવદ્ ગીતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ગીતાને તૈયાર કરવામાં દોઢ કરોડના ખર્ચ અને અઢી વર્ષ લાગ્યા હતા. આ ગીતા ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે. ઇટલીમાં 11મી નવેમ્બરે લાખો લોકોની વચ્ચે આ પુસ્તકનું અનાવરણ કરાયું હતું. આ ગીતા તૈયાર કરવામાં 50થી વધુ લોકોની મહેનત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીતા જયંતી નિમિત્તે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 20 ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી 800 કિલોની ભગવદ્ ગીતાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ ભગવદ્ ગીતાને તૈયાર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ગીતા તૈયાર કરાઈ છે. 


વધુમાં વાંચો...ઉડતા સેલવાસ: સરકારી શાળામાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ કરી દારૂની પાર્ટી, વીડિયો વાયરલ


આ પુસ્તક તૈયાર કરવા માટેનો તમામ ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રોમાંથી એકત્રિત કરાયો હતો. આ પુસ્તકને ઈટાલીના મિલાનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ગીતામાં 670 પેજ આપવામાં આવ્યા છે, જેનું કદ 2.84*2.0 મીટર છે. આ ગીતાને સિન્થેટિકના કાગળથી તૈયાર કરાઈ છે. આ ગીતા પર પ્લેટિનમ, સોનુ, અને ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ ગીતાના પૃષ્ઠને પલટવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે.