Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે 1 હજારથી ઓછા કેસ, રિકવરી રેટ 96 ટકાને પાર
ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તો મૃત્યુઆંક પણ ઘટી ગયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસમાં સતત રાહત મળી રહી છે. રાજ્યમાં સતત બીજા દિવસે સતત નવા કેસની સંખ્યા એક હજારથી નીચે રહી છે. છેલ્લા 24 કલાકમાં 848 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2915 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 16 હજાર 234 પર પહોંચી છે. તો અત્યાર સુધી 7 લાખ 88 હજાર 293 લોકો સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 18008 છે અને અત્યાર સુધી 9933 લોકોના નિધન થયા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 18008 છે. જેમાં 371 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી કોરોનાને લીધે ગુજરાતમાં 9933 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 788293 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 96.85 ટકાએ પહોંચી ગયો છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 126 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં 126 અને સુરત શહેરમાં 91 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 65, સુરત ગ્રામ્યમાં 50, જુનાગઢ ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 39, રાજકોટ જિલ્લામાં 49, જામનગર શહેરમાં 20, પંચમહાલમાં 18, સાબરકાંઠામાં 17, દેવભૂમિ દ્વારકામાં 16, નવસારીમાં 15, ખેડામાં 14, વલસાડમાં 14 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં થયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3 લોકોના મોત થયા છે. તો વડોદરા અને સુરત શહેરમાં એક-એક, સુરત ગ્રામ્ય 1, જામનગર 1, બનાસકાંઠા 1, અરવલ્લી 1, ભાવનગરમાં 1 એટલે કે કુલ 12 લોકોના નિધન થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી થયેલા રસીકરણની વિગત
[[{"fid":"330409","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube