કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓનાં 9 દિવસના રિમાન્ડ મંજૂર, સીમકાર્ડ-મોબાઇલની શોધખોળ
કિશન ભરવાડ હત્યા કેસના (Kishan Bharwad murder case) મામલે ATS દ્વારા ઉંડાણથી તપાસ ચાલુ કરવામાં આવી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા 8 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે સ્પેશિયલ કોર્ટ (Special Court) સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં ફાયરીંગની ઘટનામાં (Dhandhuka firing case) કિશન ભરવાડની હત્યા થઈ હતી.
અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસના (Kishan Bharwad murder case) મામલે ATS દ્વારા ઉંડાણથી તપાસ ચાલુ કરવામાં આવી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા 8 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે સ્પેશિયલ કોર્ટ (Special Court) સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં ફાયરીંગની ઘટનામાં (Dhandhuka firing case) કિશન ભરવાડની હત્યા થઈ હતી.
આ મુદ્દે ગુજરાત ATS હવે એક પછી એક મુદ્દાઓનો ઉંડાણ પુર્વક તપાસ ચાલુ કરી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે આ કેસમાં હજુ પણ ઘણી તપાસ કરવાની બાકી હોવાથી એટીએસે 14 દિવસના ફર્ધર રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ધ્યાને લઇને કોર્ટે 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
ત્રણેય આરોપીઓને ATS કોર્ટમાં રજૂ કર્યા બાદ કેટલાક મહત્વના મુદ્દે તપાસ કરવા દલીલો કરવામાં આવી હતી. જેમાંથી મોબાઈલ અને સીમકાર્ડ શોધવાના બાકી હોવાનો એક મુદ્દો દલીલમાં રજુ કર્યો હતો. આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં વાપરેલો મોબાઇલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા હતા. હાલ એટીએસ દ્વારા તેની તપાસ ચલાવવામાં આવી રહી છે.