કેતન જોશી, અમદાવાદ: ચોમાસું જામતું જાય છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આંકડા વધતા જાય છે. અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 7.29 ઈંચ વરસાદ પડ્યો છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો 22.72 ટકા વરસાદ પડી ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરાશે અશાંતધારા સુધારા વિધેયક


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને હજુ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 68 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે ઉમરગામમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, પારડીમાં 3 ઈંચ, ધરમપુર 2.5 ઈંચ તથા ચીખલી અને વલસાડ શહેરમાં 2 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.


  • કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તે આ મુજબ છે



ઝોન અત્યાર સુધીનો વરસાદ સરેરાશ વરસાદ
કચ્છ 0.98 ઈંચ 6.27%
ઉત્તર ગુજરાત 5.11 ઈંચ 18.28%
પૂર્વ-મધ્ય ગુજરાત 7.16 ઈંચ 22.46%
સૌરાષ્ટ્ર 5 ઈંચ 19.18%
દક્ષિણ ગુજરાત 15.27 ઈંચ 27.33%
     
ગુજરાતમાં સરેરાશ 7.29 ઈંચ 22.72%

જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...