આશ્કા જાની, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના અસલાલી (Aslali) ની હદમાં આવતા બારેજા (Bareja) ના નવા ગામ ખાતે આવેલા શ્રીજી પ્લોટની પાછળની તરફ ઓરડીઓ આવેલી છે. આ ઓરડીમાં મંગળવારની રાત્રે સુતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે અચાનક ગેસ લિકેજ (Gas Leakage) ની દુર્ગંધ આવી હતી. તે દરમિયાન અચાનક ગેસની દુર્ગંધ પ્રસરી જતા બાજુની રૂમમાં રહેતા પરિવારજનોએ જાણ કરી હતી. આ અંગે ખ્યાલ આવતા ઓરડીમાં સુઇ રહેલા અન્ય સભ્યએ પ્રસરી રહેલી દુર્ગંધ બંધ કરવા અને ખાત્રી કરવા માટે ઓરડીની લાઇટ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પહેલાથી જ મોટા પ્રમાણમાં ઓરડીમાં પ્રસરી ગયેલા ગેસ અને ઇલેક્ટ્રિસિટી (Electricity) ના સ્પાર્કના કારણે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં ઓરડીમાં સુતેલા 10 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં શનિવાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. 

માર્ગદર્શક નહીં, માર્ગ ખુલ્લો રાખનારો બનીશ, નિવૃત થાઉં તો ગીતામાંથી કર્મયોગ કાઢવો પડે : વજુભાઇ વાળા


અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં પહેલાં 108 ને ફોન કરાયો હતો પરંતુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ને જાણ કરવામાં આવી ન હતી. કારણ કે તમામ લોકોને પહેલાં સારવારની જરૂર હતી. બીજી તરફ અસલાલી પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. 


આ પ્લોટ મૂળ કનુભાઈ પટેલનો છે, જેમાં મંડપ સર્વિસનું કામ કરે છે. અને અહીં અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને ભાડે આપી છે. ઘટના બની તે ઓરડીઓનો ભાગ કેદારનાથ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો હતો. જે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને પાંચ ઓરડીઓ બે હજારના ભાડા પર લીધી હતી.

સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ, 5 મિનિટમાં સુકાઇ જશે પરસેવો


વીસેક દિવસથી આ ઓરડીઓ ભાડે લઈ પોલીસ સ્ટેશન (Police Station) માં ભાડા બાબતની નોંધ કરાવવાની જવાબદારી તેઓએ લીધી હતી. જોકે અહીં ન તો ફાયર સેફટી (Fire Safety) હતી કે અન્ય કોઇ સુવિધા ન હતી. ત્યારે અકસ્માત (Accident) મોતની તપાસમાં કોની બેદરકારી સામે આવે છે તે તપાસનો વિષય છે.


હજુ પણ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જેને 70 ટકાથી વધુ અસર થઈ છે. જે હાલ સિવિલના બર્ન્સ વિભાગમાં સારવાર હેઠળ છે. ત્યારે અહીં કોની બેદરકારી હવે પોલીસ તપાસમાં સામે આવેશે અને પોલીસ (Police) શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube