અમરેલી : લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થતી 9 લોકોની ગેંગ પકડાઈ
ગુજરાત રાજ્યની સૌથી ખતરનાક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. સાત-સાત હત્યાને અંજામ આપનાર દંપતી સહિત નવ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલી ગેંગ અંધારામાં ઓઝલ થઈ જતી 9 લોકોની ટીમને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત રાજ્યની સૌથી ખતરનાક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. સાત-સાત હત્યાને અંજામ આપનાર દંપતી સહિત નવ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલી ગેંગ અંધારામાં ઓઝલ થઈ જતી 9 લોકોની ટીમને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
અમદાવાદ બન્યું ગાબડાબાદ : પહેલા વરસાદમાં જ AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ નીકળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતની સૌથી મોટી ગેંગનો અમરેલી પોલીસે પર્દાફાશ કરી દંપતી સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, હથિયારો સહિત ચાર બાઈક કબજે લેવાઈ છે. આ ટોળકીએ અમરેલી, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાત હત્યાને અંજામ આપી હતી. દિવસ દરમિયાન પહેલા તો આ શાતીર દંપતી બાઈક પર નીકળી રેકી કરતા હતા. બાદમાં ટાર્ગેટ નક્કી કરીને લૂંટના ઈરાદે ખુની ખેલ ખેલી આખી ગેંગ અંધારામાં ઓઝલ થઈ જતી હતી. ત્યારે અમરેલી પોલીસના હાથે મોટી સફળતા આવતા હવે ગેંગના વધુ ગુનાના પણ પર્દાફાશ થશે. પોલીસ હાથે તેમની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :