આશ્કા જાની/અમદાવાદ :ગીરના સિંહો ગુજરાતની શાન સમા છે. પણ ગીરમાં અકાળે સિંહો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજ્યમાં સિંહોના અકાળે મૃત્યુના મામલે કોર્ટ મિત્રએ ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં સિંહોના મોત માટે જવાબદાર એવા 9 મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદો સાથે સંજીવ ભટ્ટનો જૂનો નાતો છે, પીએમ મોદી સામે વ્હોરી લીધી હતી દુશ્મની


કયા કયા 9 મુદ્દાઓ છે
રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુના મામલે આજે હાઈકોર્ટમાં કોર્ટ મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 9 મુદ્દાઓ પર એમિક્સ ક્યુરીએ રિપોર્ટ બનાવ્યો છે. જેમાં ખુલ્લા કૂવાઓ, રેલવે લાઈનના ઇશ્યુ, ઇલેક્ટ્રિક ફેન્સીંગ, રસ્તાઓ, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર રીતે ચાલતા લાયન શો, ટ્રેકર્સની કમી, સિંહો માટે પીવાના પાણી અને કુદરતી રીતે મારણ માટેના પશુઓની અછતના મુદ્દે, તેમજ સિંહોનું રેડિયો કોલરીંગ અને જીપીએસ ટ્રેકિંગની સુવિધાના અભાવના કારણે સિંહના અકાળ મુત્યુની ઘટના બને છે તેવી રજુઆત રિપોર્ટમાં કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ સિંહોના મોતને માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. 


જામનગર : 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ 


આ રિપોર્ટમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે. જેમ કે, અભ્યારણ્યમાં ખુલ્લા કૂવાની આસપાસ દિવાલ કરવાનું બાકી છે. તો રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ કરવાથી સિંહોને અગવડરૂપ બની રહેશે. તો પીપાવાવ પોર્ટ તરફ જતી રાતની ટ્રેનોને બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. ગીરમાં ટ્રેનની ઝડપ ઘટાડવાની જરૂરિયાત છે તેવુ સૂચન પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં સિંહના અકાળ મૃત્યને મામેલ અરજી થઈ હતી. આગામી દિવસોમાં આ મામલે સુનવણી હાથ ધરવામાં આવશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :