અતુલ તિવારી/અમદાવાદ: ઉત્તરાયણના સમયે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાલીઓ ચેતે અને પોતાના બાળકનું ખુબ જ ધ્યાન રાખે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. પતંગ પકડવા ગયેલા 9 વર્ષના અયાનના શરીરમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ કરંટ પસાર થયો હતો, ત્યારબાદ સદ્દનસીબે તેને બચાવી લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે નડિયાદના 9 વર્ષનો અયાન કે જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે, એ મકાનની અગાસી ઉપર પતંગ ચગાવતો હતો. પતંગ કપાવાથી તેને પકડવા માટે દોડ્યો અને મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર પસાર થઈ રહ્યો હતો. બાળક પતંગ તો ના પકડી શક્યું પણ અચાનક આ હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા ચોંટી ગયો અને છ થી સાત ફૂટ ઊંચે હવામાં ફંગોળાયો તેમજ બાળકનું હૃદય બંધ થઈ ગયું, શ્વાસ રોકાઈ ગયા, આખુ શરીર ભુરુ પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, ખેંચ આવવા લાગી અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો હતો. 


GTU દ્વારા આયોજિત ઓફલાઈન પરીક્ષા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય, વિદ્યાર્થીઓનો વિરોધ આખરે રંગ લાવ્યો!


11 હજાર વોટનો કરંટ પસાર થયો હોવાને કારણે બાળકના મોટાભાગના બધા જ અંગો ફેઈલ થઈ ગયા હતા. બાળકનું હૃદય માત્ર 5 થી 10 ટકા જ પંપીંગ કરતુ હતુ. ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસામાંથી સતત લોહી વહી રહ્યું હતું. મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો. બાળકને સતત ખેંચો આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટને કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા. કિડની અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું. 



ત્યારબાદ બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ પુરો પાડવામાં આવ્યો. ફેફસામાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યા. મગજ ઉપરનો સોજો ઓછો કરવા માટે દવાઓ ચાલુ કરવામાં આવી અને સતત આવી રહેલી ખેંચો ને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યા. તથા સ્નાયુઓ, કિડની અને લીવરના સપોર્ટ માટે દવાઓ ચાલુ કરવામાં આવી હતી. 


આવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને ડોક્ટરોની ટીમ દ્વારા ચાલુ સારવારે એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદના મેમનગર ખાતે આવેલી ડિવાઇન બાળકોની હોસ્પિટલમાં ખસેડાયુ હતું. બાળકોના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકને સારવાર અપાઈ હતી. ડોક્ટર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, લગભગ સાતેક દિવસની સઘન સારવાર બાદ બાળકના મહત્વના અંગો ધીરે ધીરે મજબૂત થયા અને બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવ્યું. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર ઉપરથી નિકાળવામાં સફળતા મળી લગભગ 12 દિવસની સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 


ભાજપના વધુ એક MLA નારાજ; કહ્યું- 'બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ', જો કે પાછળથી ફેરવી તોળ્યું



આવા બાળકોના કેસ જવલ્લેજ જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે. ઉત્તરાયણ આવે એટલે બાળકોનું વાલીઓ ખાસ ધ્યાન રાખે એ ખૂબ જરૂરી છે, ધાબા પર આસપાસમાં ઇલેક્ટ્રીક વાયરો પસાર થતા હોય તો ખાસ ધ્યાન રાખે. ધાબાની દીવાલ પાસે બાળકોને જતા રોકવામાં આવે એ જરૂરી છે. છતાંય આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો બાળકને યોગ્ય સમયે તાત્કાલિક સારવાર મળે એ ખૂબ જરૂરી હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube