હનિફ ખોખર, જુનાગઢ: કહેવત છે ને કે જ્યાં લોભિયા લોકો રહેતા હોય ત્યાં ધુતારાઓ ભૂખ્યે ના મારે, આ જૂની અને જાણીતી કહેવત ને સાર્થક કરતી વધુ એક ઘટના બહાર આવી છે. જૂનાગઢના ચોરવાડમાં એક માસ પહેલા એક મહિલા સહિત સેકડો લોકો સાથે કરોડોની ઠગાઈની થયેલી ફરિયાદ મામલે એલસીબીએ ખાનગી કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર સહિતના ચાર શખ્સોનો મહારાષ્ટ્ર જેલમાંથી કબજો મેળવીને રિમાન્ડ પર લેતા ચોરવાડ પંથકના ૧૫૦૦ લોકો સાથે ૫ કરોડની ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે. આ અર્થવ ફોર યુ કંપનીએ સમગ્ર દેશના ચાર રાજ્યોમાં ૩ લાખ કરતા વધુ લોકો સાથે અંદાજે ૯૦૦ કરોડનો ફ્રોડ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુ ચર્ચિત અથર્વ ફોર યુ  ઇન્ફા એન્ડ એગ્રો કંપની નામની ફોર્ડ કંપનીએ લાખો લોકોના કરોડો રૂપિયા ચાઉ કાર્ય પછી જૂનાગઢ પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે. જેમાં ચોરવાડમાં હોલીડે કેમ્પ રોડ ઉપર રહેતા મીનાક્ષીબેન ઉર્ફે મંજુબેન ચનાભાઈ ચુડાસમાએ ગત ૨૦ ડિસેમ્બરે માળિયા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ચોરવાડમાં અર્થવ ફોર યુ ઇન્ફા એન્ડ એગ્રો કંપનીની દ્વારા એકના ડબલ અને પાકતી મુદ્દતે વધુ નાણા આપવાની લાલચ આપીને તેની પાસેથી ૧૬.૬૫ લાખ રૂપિયા લીધા બાદ નાણા પરત નહી આપી છેતરપીંડી કરી હતી. તેની સિવાય અન્ય સેકડો લોકોના કરોડો રૂપિયા પણ ઓળવી ગયાનું જણાવ્યું હતું. જે મામલે તાજેતરમાં જૂનાગઢ એલસીબીને તપાસ સોપવામાં આવી હતી.


જેની તપાસમાં એલસીબી પીઆઈ આર.સી.કાનમીયા સહિતનાએ તપાસ શરુ કરી હતી અને આરોપી કંપનીના મુકેશ બાબુલાલ નરસાજી મારવાડી ઉ.૩૭, સચિન હનુમંત મારુતિ ગોસાવી ઉ.૪૧, ગણેશ રામદાસ હજારે ઉ.૪૭ , શિવાજી શંકર નીકાડે ઉ.૬૦ ચારેય આરોપી મહારાષ્ટ્રની આર્થર જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈને ધરપકડ કરીને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ચારેય આરોપીના તા.૧૫ સુધીના રિમાન્ડ મંજુર થયા હતા. 


આ ટોળકીની કંપનીએ દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસ અને ગુજરાતમાં ૩ લાખ કરતા વધુ લોકોને જાળમાં ફસાવીને આશરે ૯૦૦ કરોડ કરતા વધુની રકમનું ફ્રોડ કર્યું હતું, જે મામલે તેની સામે મહારાષ્ટ્રમાં ફરિયાદ થતા તેઓ જેલમાં હતા. આ કંપનીએ જૂનાગઢ જિલ્લામાં ચોરવાડ પંથકમાં ૧૫૦૦ જેટલા લોકોના ૫ કરોડનું ફ્રોડ કાર્યનું બહાર આવ્યું છે. તે તમામના પોલીસે નિવેદનો લીધા હતા.


એલસીબીએ આ કંપનીમાં કામ કરતા સેકડો એજન્ટોના નામ સરનામાં મેળવીણે તેને ત્યાં ઓફીસ અને ઘરે દરોડા પાડીને કંપનીનું રેકર્ડ, ફર્નીચર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, પેન-ડ્રાઈવ, પેમ્પલેટ, એજન્ટ ફોર્મ, સભ્ય ફોર્મ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. આ કંપનીના સેકડો એજન્ટો કામ કરતા હતા તેઓ સભ્ય ફોર્મ દ્વારા લોકોને જાળમાં ફસાવીને લોભામણી સ્કીમો સમજાવતા હતા, સરકારી અને ખાનગી બેંકો કરતા વધુ વ્યાજ આપવાની, નાણાના રોકાણના બદલામાં એકના ડબલ, પાકતી મુદ્દતે વધુ નાણા આપવાની લાલચ આપી સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક રકમ ઉઘરાવીને નાણા ઓળવી ગયાનું બહાર આવ્યું છે.


આ કંપનીની જૂનાગઢ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓફિસો આવેલી છે, જે કંપનીનો ભોગ બનનાર લોકોને પોલીસે સંપર્ક કરવા જણાવ્યું છે, અને આ માટે જૂનાગઢ પોલીસે કેટલાક નંબરો જાહેરો કર્યા છે, જેમાં ૦૨૮૫-૨૬૨૩૮૫૦, મો.૯૯૧૩૩૭૭૩૨૨, ૯૯૨૫૩૮૨૯૧૮, ૯૬૩૮૫૭૭૧૬૩ ઉપર જાણ કરવા જણાવ્યું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube