ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 828794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 10, રાજકોટ જિલ્લામાં 15, વલસાડમાં 6, જામનગર શહેરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા અને વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, આણંદ, તાપી, અમરેલીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકા અને સુરત શહેરમાં એક-એક વ્યક્તિનું નિધન થયું છે. 


આ પણ વાંચો- કોરોનાને કારણે 10-12 બોર્ડ ઉપરાંત અનેક પરીક્ષાઓની તારીખમાં ઉથલપાથલ, જાણો LATEST અપડેટ્સ


રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો
ગુજરાતમાં નવા આંકડા બાદ એક્ટિવ કેસ 637 થઈ ગયા છે, જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 818051 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.70 ટકા છે. 


રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 1 લાખ 82 હજાર 360 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં 8 કરોડ 75 લાખ 1 હજાર 402 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube