અનોખું પ્રદર્શન: આ 99 જાતોએ મોહ્યા લોકોના મન! જાણો ખેડૂતોને સાઈઝ, રંગ અને સ્વાદ અનુસાર કઈ કેરી સારો ભાવ આપે
છેલ્લા ઘણા વર્ષોથી ફળોનો રાજા કેરી પકવતા ખેડૂતો બદલાતા વાતાવરણની માર સહન કરી રહ્યા છે. ફેબ્રઆરીમાં વધતી ગરમીને કારણે કેરી નાની રહી જવા સાથે માવઠાએ ફળ માખીનો ઉદ્ભવ વધારતા કેરીના પાકમાં 50 થી 70 ટકા નુકશાની જોવા મળે છે.
ધવલ પરીખ/નવસારી: બદલાતા વાતાવરણ વચ્ચે સીઝન કરતા વહેલી અને મોડી કઈ કેરી લઈ શકાય, સાથે જ બજારમાં સાઈઝ, રંગ અને સ્વાદ અનુસાર કઈ કેરી સારો ભાવ અપાવી શકે છે એવી તમામ માહિતી સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગ દ્વારા આજે કેરી પ્રદર્શની તેમજ કેરી પકવતા ખેડૂતો વચ્ચે હરિફાઈ યોજવામાં આવી હતી.
દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ
છેલ્લા ઘણા વર્ષોથી ફળોનો રાજા કેરી પકવતા ખેડૂતો બદલાતા વાતાવરણની માર સહન કરી રહ્યા છે. ફેબ્રઆરીમાં વધતી ગરમીને કારણે કેરી નાની રહી જવા સાથે માવઠાએ ફળ માખીનો ઉદ્ભવ વધારતા કેરીના પાકમાં 50 થી 70 ટકા નુકશાની જોવા મળે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગ દ્વારા કેરીની પ્રચલિત જાતો હાફુસ, કેસર, લંગડો, દશેરી, રાજાપુરી, તોતાપૂરી સહિત દેશી કેરીઓ તેમજ ઉત્તરભારત અને દક્ષિણ ભારતમાં થતી કેરીની જાતો જેવી કે ટાટા આમલી, મકારામ, મહેમુદા, જમાદાર, નીલકિર્તી, કરંજિયો, મુડપ્પા, બેંગ્લોરા, આમ્રપાલી, બદામી મોડેલ, દિલખુશ, બનેસાન, નીલ સોસા, અઝય ઉસ્માર, હંસરાજ, નવનીથમ, બેગમપલ્લી સહિત વિદેશોમાં થતી માયા, ઈઝરાયલી હાઇબ્રીડ, કેસીન્ગટન, કેઇટ, પાલ્મર, માયા જેવી જાતો પણ પોતાની આંબાવાડીમાં વિકસાવી છે.
સમોસા ખાતા પહેલાં ચેતજો! સુરતના વ્યક્તિએ સમોસામાં એવું ભર્યું કે દેખશો તો પણ ઉલટી કર
જેમાંથી ઘણી કેરીની જાત સીઝન પહેલા અને ઘણી સીઝન પછી પણ પાકે છે. જેથી ખેડૂત પોતાની જમીન અને વાતાવરણ તેમજ બજારને ધ્યાને લઇને કેરીની માહિતી મેળવી શકે એ હેતુથી વિભાગ દ્વારા માર્ગદર્શન પરિસંવાદ સાથે કેરી પ્રદર્શન યોજ્યુ હતુ. જેની સાથે જ કેરી પકવતા ખેડૂતો માટે હરિફાઈ પણ રાખવામાં આવી હતી. જેમાં 82 ખેડૂતોએ તેમની આંબાવાડીમાં થતી કેરી પ્રદર્શિત કરી હતી. પ્રદર્શનમાં યુનિવર્સિટીની 91, વિદેશમાં થતી 8 એકઝોટિક જાતો સહિત દેશી જાતો મળી 150 થી વધુ કેરી મૂકવામાં આવી હતી.
નવ નિર્મિત બિલ્ડીંગમાં કરૂણ દુર્ઘટના: સુરતમાં માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
નવસારી કૃષિ યુનિવર્સિટીના કેરી પ્રદર્શનમાં પહોંચેલા ખેડૂતો કેરીની સાઈઝ, રંગ જોઈને આશ્ચર્ય પામ્યા છે. જેમાં દક્ષિણ ભારતની બેગમ પલ્લી 1 કિલોથી 5 કિલો સુધીની એક જ કેરી થાય છે, જેની સાથે જ દેશી લંગડો પણ આકારમાં મોટી હોય છે. યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી સોનપરી, નીલેશ્વરી, નિલ્ફાંસો, કેસર કેરી પણ ખેડૂતોમાં ચર્ચામાં રહી હતી. ખેડૂતોએ બદલાતા વાતાવરણમાં સામે કઈ કેરી ટકી શકે અથવા સીઝન કરતા વહેલી અથવા મોડી કે બારે માસ થઈ શકે એવી કેરીની જાતો વિશે માહિતી મેળવી હતી. જેથી વાતાવરણ સામે થતી નુકશાનીથી બચી શકાય અને ખેડૂતો સારી આવક મેળવી શકે.
આને કહેવાય દીકરી! પિતા માટે તેણે જે કર્યું તે વાંચીને સો ટકા આંખમાં આવી જશે આંસુ
કરી રસીયાઓ ફકત કેસર, હાફુસ, સોનપરી તેમજ રત્નાગિરી જેવી કેરી જ વધુ પ્રચલિત છે. પરંતુ એ સિવાય પણ કેરીની હાઈબ્રીડ સહિતની વિવિધ જાતો પ્રદર્શનીમાં રજૂ થઈ હતી. જે કેરીની રંગ, સાઈઝ અને સ્વાદ પ્રચલિત કેરી સિવાય પણ કેરી રસિયાઓના મન મોહી લે છે.
લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ! સારું કમાવવાની લાલચમાં સુરતના યુવકે ગુમાવ્યા લાખો