100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
Ideal Temperature For Air Conditioner : અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે ઉનાળાની વધતી ગરમીમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું તે અંગે મહત્વની માહિતી આપી જે તમારે જાણવા જેવી છે. તમને આ વીજળી ખર્ચ તો બચાવશે પણ તમારા માટે ફાયદાકારક પણ રહેશે.
Best AC Temperature : પૃથ્વી પર વધતી ગરમીને પગલે આજે એસી જરૂરી બની ગયું છે. ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે, પંખો તો કોઈ કામમાં જ આવતો નથી. ત્યારે 100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે, હકીકતમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવુ જોઈએ. એસીમાં બેસવાના પણ કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો નાહકના લેવાના દેવા થઈ શકે છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે આ અંગે મહત્વની માહિતી આપી છે.
ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે
ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે. પહેલા તો માત્ર મે મહિનો જ ગરમી રહેતી હતી, પરંતુ હવે તો માર્ચ મહિનાથી જ ગરમી શરૂ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. પરંતું આ એસીનો વપરાશ માનવો માટે પણ એટલુ જ નુકસાનકારક છે. ત્યારે એર કન્ડિશનનો ઉપયોગ કેટલો અને ક્યારે કરવો જોઈએ તે વિશે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે મહત્વની માહિતી આપી.
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
એસી ટેમ્પરેચર વિશે જરૂરી માહિતી
- એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી રાખવું હિતાવહ છે. કારણ કે, તેનાથી ઓછું ટેમ્પરેચર રાખશો તો બહાર વધુ ગરમી ફેંકાશે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે
- માઈનસ ડિગ્રીમાંથી ગરમીવાળી જગ્યાઓ પર જાઓ તો તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવામાં હીટસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે.
- એસીમાંથી તરત તાપમાં જવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેથી ઘર કે કારમાંથી તરત બહાર આવતા પહેલા એસી બંધ કરીને શરીરને થોડો સમય નોર્મલ વાતાવરણમાં સેટ કરો, પછી બહાર નીકળો
રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત
- શરીરમાંથી પરસેવો પડવો જરૂરી છે, તેથી એસીને 27 થી 30 ડિગ્રી તાપમાન પર રાખજો તો પરસેવો જરૂર પડશે.
- એસીમં તરસ ઓછી લાગે છે, જો ટેમ્પરેચર ઓછું રાખશો તો તરસ પણ લાગશે.
- કારમાં એસીનો ઉપયોગ કરતા પહેલા બધા કાચ ખોલીને ગરમ હવા બહાર કાઢી લેવી. ત્યાર બાદ કારમાં 2 મિનિટ ફેન ચલાવો. તેના બાદ એસી ચાલુ કરવું
- કારમાં માઈનસ ડિગ્રીમાં એસી ક્યારેય ચાલુ ન કરવું
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ