ઓનલાઈન હનીટ્રેપમાં ફસાતા 17 વર્ષના તરુણનો આપઘાત, દરેક માતા પિતા માટે જાણવા જેવા સમાચાર
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપોર રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પ્રૌઢના ત્રણ સંતાનો પૈકી સૌથી નાનો દીકરો વેડરોડ વિસ્તારની એક સ્કૂલમાં ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.
ઝી ન્યૂઝ/સુરત: સિંગણપોર રોડ વિસ્તારમાં રહેતા અને ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતા 17 વર્ષના તરુણને ઓનલાઈન હનીટ્રેપમાં ફસાવી ગેંગે રૂ.9600 પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા તરુણે પૈસા જમા કરાવ્યાની ગણતરીની મિનિટોમાં જ પોતાના એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી પડતું મૂક્યું હતું. સારવાર દરમિયાન મોતને ભેટેલા તરુણના મોબાઈલ ફોનમાં મળેલી વિગતોને આધારે ચોક બજાર પોલીસે ઓનલાઈન હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપોર રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પ્રૌઢના ત્રણ સંતાનો પૈકી સૌથી નાનો દીકરો વેડરોડ વિસ્તારની એક સ્કૂલમાં ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ગત પહેલી તારીખે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પ્રૌઢ અને તેમના પત્ની ઘરે હાજર હતા. પરંતુ નાનો દીકરો નજરે ન ચઢતા પ્રૌઢની પત્નીએ તેને બૂમ પાડી હતી. તે સમયે જ નાનો દીકરો એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી નીચે પડતો નજરે ચઢતા પતિ-પત્ની તરત જ નીચે દોડી ગયા હતા અને દીકરાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ ખેડૂત કરે છે એવુ કામ કે દૂરદૂરથી જોવા આવે છે લોકો,નોકરી છોડી વિકસાવ્યો નવો ટ્રેન્ડ
દીકરાને માથાના ભાગે તેમજ જમણા પગના ભાગે ઈજા થઈ હોય અને માથામાં ઓપરેશન કરવાનું હોય તે રાત્રે જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસ બાદ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં આકાશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આકાશની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ પ્રૌઢ અને તેમના જમાઈએ મૃતકનો મોબાઇલ ફોન ચેક કર્યો હતો.
IPL 2023: ધોનીને એમ જ નથી કહેવાતો 'કિંગ ઑફ સિક્સર' , જુઓ આ રેકોર્ડ; ખાતરી થઈ જશે
તેમાં કેટલાક અજાણ્યા નંબર ઉપરથી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા હોય તેવા ચેટ મળ્યા હતા.દીકરાએ પહેલી તારીખે બપોરે પોણા બે વાગ્યાથી સાંજના સવા ચાર વાગ્યા દરમિયાન બે મોબાઈલ નંબર ઉપર પોતાના ફોન પે એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે રૂ.9600 ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં તેની પાસે વધુ પૈસાની માંગણી કરતા હોય દીકરાએ ગણતરીની મિનિટોમાં જ એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
શિક્ષકે ટ્યુશનમાં આવતા બે બાળકોને દેખાડ્યા અશ્લીલ વીડિયો,હેવાનીયતની તમામ હદો કરી પાર
આ અંગે ચોક બજાર પોલીસને જાણ કરતા પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકને ઓનલાઈન હનીટ્રેપ કરતી ગેંગે ફસાવ્યા બાદ પૈસાની માંગણી ચાલુ રાખતા તેણે આ પગલું ભર્યું હતું.આથી પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ઓનલાઈન હનીટ્રેપ કરતી ગેંગ વિરુદ્ધ ગતરોજ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.