આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટના!
જસદણ પંથકમાં બનેલ દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી 17 વર્ષની સગીરાને ગત તારીખ 27 ના કોઇ ભગાડી ગયા અંગે તેના વાલીએ પોલીસે જાણ કરતા જસદણ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ કરી હતી.
ઝી બ્યુરો/રાજકોટ: જસદણ પંથકમાં છેલ્લા 1 મહિનામાં 5 જેટલા પોકસો દુષ્કર્મ, અપહરણ જેવા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. સાથે જસદણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અપહરણ જેવા કિસ્સા બનતા હોય છે, ત્યારે વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જસદણમાં રહેતી 17 વર્ષની સગીરાને અહીંના વડોદ ગામે રહેતો પરિણીત યુવક મિત્રની મદદથી ભગાડી ગયો હતો. સગીરા અને ભગાડી જનાર યુવક અને તેનો મિત્ર બંને સાથે એક જ હીરાના કારખાનામાં હીરા ઘસતા હતા. બાદમાં સગીરાને મિત્રના ઘરે રાખી તેના પર દુષ્કર્મ આચયુ હતું.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીને રાહુલને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. તેમજ મદદગારી કરનાર તેના મિત્ર અને સગીરાને ભગાડી જનાર સામે દુષ્કર્મ, અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
જસદણ પંથકમાં બનેલ દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી 17 વર્ષની સગીરાને ગત તારીખ 27 ના કોઇ ભગાડી ગયા અંગે તેના વાલીએ પોલીસે જાણ કરતા જસદણ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ કરી હતી. દરમિયાન સગીરા જસદણના વડોદ ગામેથી મળી આવી હતી. તેને ભાગાડી જનાર શખ્સ વડોદ ગામનો જ રાહુલ રમેશભાઈ ઓળકીયા હોવાનું માલુમ પડયું હતું. જેની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
સાથે જ, સગીરાનો પરિવાર પણ અગાઉ વડોદ ગામે જ રહેતો હતો. જેથી સગીરા અને આરોપી બંને એકબીજાને ઓળખતા હતાં. દરમિયાન આરોપી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ સમયે વડોદ ગામે રહેતા તેના મિત્ર જશા ભોળાભાઇ ઓળકિયાએ સગીરાને ભગાડી જવામાં તેની મદદગારી કરી હતી. બાદમાં આરોપીએ સગીરાને મિત્ર જશાના ઘરમાં જ રાખી તેના પર દુષ્કર્મ આચયુ હતું.
કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી? આકાશ ઘાટા વાદળોથી ઘેરાયેલું રહેતા વિઝિબિલિટી..
આ અંગે સગીરાના વાલીની ફરિયાદ પરથી પોલીસે રાહુલ રમેશભાઇ ઓકળીયા અને ગુનામાં તેની મદદગારી કરનાર તેના મિત્ર જશા ભોળાભાઇ ઓકળીયા સામે પણ દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રાહુલ ની ધરપકડ કરી હતી,જયારે મદદગારી કરનાર અન્ય આરોપી જશા ઓળકીયાને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.