`ચોરીનો મોબાઈલ ખરીદતા નહિ, નહીંતર થઈ શકે છે હત્યા`, સુરતમાં ચોંકાવનારો કિસ્સો
સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નાસ્તાની લારી ચાલવતા પરિવારના ચાર સભ્યો પર અસામાંજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: ચોરીનો મોબાઈલ નહિ ખરીદતા અસામાજિક તત્વોએ 20 વર્ષીય યુવકની હત્યા કરી છે. ગત 15 તારીખે લૂખા તત્વોએ શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ચપ્પુના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના આખરે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
ચાર લોકો પર અસામાજિક તત્વોએ હુમલો
સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નાસ્તાની લારી ચાલવતા પરિવારના ચાર સભ્યો પર અસામાંજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવાગામ ડિંડોલી વિસ્તાર માં આવેલ શિવાજી પાર્કમાં સમોસામાં નાસ્તાની લારી પર એક જ પરિવારના ચાર લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે..ચારને નવી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ચાર પૈકી એક યુવક ની હાલત ગંભીર હતી. જ્યારે ટૂંકી સારવાર બાદ આખરે રાજ પ્રજાપતિ નામના યુવકનું મોત નીપજ્યા પરિવાર પર આભ ફાટયું છે.
સમોસાની લારી વાળાને વેચવાની ના પાડી
હત્યા કરનાર તત્વો ચોરીના મોબાઈલ વેચવા આવ્યા હતા અસામાજિકતત્વો સમોસાની લારી વાલાઓને વેચાતા લેવાની ના પાડી હતી. તે બાબતે ઝગડો કરીને અસજિક તત્વો ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં 7 આરોપી વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 5 આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હાલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા હત્યા કરનાર અસામાજિક તત્વો સામે હત્યા નો ગુનો નોંધ્યો છે. બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અસમાજિક તત્વોને નથી રહ્યો ડર
મહત્વની વાત એ છે અસમાજિક તત્વોને જાણે પોલીસનો જરાક પણ ડર ના રહ્યો હોય તે રીતે પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ક્રિય કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.