સુરતઃ ઘણા લોકોને પોતાના દેશ કરતા વિદેશ જવાની ઘેલછા વધુ હોય છે. પરંતુ ક્યારેક આ વાત ખુબ મોટી મુશ્કેલી લઈને આવતી હોય છે. આવી ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં રહેતા એક 21 વર્ષીય યુવકને અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા આપઘાત કરી લીધો છે. યુવકે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો છે. આ ઘટના બાદ કાપોદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો નહીં
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેલા એક યુવકની ઈચ્છા અમેરિકામાં અભ્યાસ કરવાની હતી. આ યુવકને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવાની ઈચ્છા હતી. પરંતુ તેને અહીં પ્રવેશ મળ્યો નહીં. આ વાતથી નિરાશ થઈ 21 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. 


આ પણ વાંચોઃ સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી, ગુજરાતની સરકારી શાળામાં પિરસાયુ નોનવેજ 


કેલોફોર્નિયા જવાનો કર્યો પ્રયાસ
સુતરની તાપી દર્શન સોસાયટીની બાજુમાં ગિરનાર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જૈસુર નામના વ્યક્તિ પરિવારની સાથે રહે છે. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયાના છે. તેમના 21 વર્ષીય પુત્ર દીપને કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ કાપોદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


યુનિવર્સિટીમાં એડમિશન ન મળતા હતાશ હતો યુવક
21 વર્ષીય દીપે કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે અરજી કરી હતી. પરંતુ તેને અહીં પ્રવેશ મળ્યો નહીં. ત્યારબાદ દીપ હતાશ થઈ ગયો હતો. દીપ ઘરે એકલો હશે ત્યારે તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રના નિધન બાદ પરિવાર પણ શોકમાં ડુબી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube