Surat News: સુરતમાં દિનપ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક 25 વર્ષીય યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતરે યુવકે જ હત્યા કરી હતી. યુવતીને ગળાના ભાગે ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે, આ સિવાય યુવકે યુવતી પર એક કરતાં વધુ ઘા ઝીંક્યા હતા. પોલીસે હાલ હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની છે. વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની દર્દનાક રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવકે જ યુવતીની હત્યા કરવામાં આવી હતી. ગળાના ભાગે ચપ્પુ મારીને યુવતીના મંગેતપે હત્યા કરી છે. હાલ તો હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ હત્યારો હત્યા કરીને ફરાર થઈ ગયો છે. હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.


હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત


હત્યારો સીસીટીવીમાં કેદ
બીજી બાજુ હત્યારો ફરાર થતો હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કહ્યું છે કે ખૂબ જ ઝડપથી હત્યારા આરોપીને ઝડપી લેવામાં આવશે.


કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત