મૌલિક ધામેચા/ અમદાવાદ: આઇઆઇએમમાં (IIM) પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ (Student) ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ કરતા સેટેલાઇટ પોલીસે (Satellite Police) ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"304384","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર, દેશની જાણીતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂની (IIM) 25 વર્ષીય વિદ્યાર્થીનીએ (Student) સાંજે 4 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હતો. યુવતીનું નામ દ્રષ્ટી છે અને તે અમદાવાદની (Ahmedabad) આઇઆઇએમમાં પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે, દ્રષ્ટી હોસ્ટેલ રૂમમાં એકલી હતી તે દરમિયાન અગમ્ય કારણોસર આપઘાત (Suicide) કરી લીધો હતો. ઓનલાઇન એજ્યુકેશન (Online Education) ચાલતું હોવાથી દ્રષ્ટી હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી. દ્રષ્ટી મૂળ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી હતી.


[[{"fid":"304385","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આ પણ વાંચો:- Gujarat ACBની સૌથી મોટી સફળતા, નિવૃત મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી પાડી


ત્યારે યુવતીના આપઘાત કર્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા બાદ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસે યુવતીના મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ કબ્જે લીધી છે. જેના આધારે યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવામાં પોલીસને મદદ મળી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube