વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા રમતા બીજા માળેથી નીચે પડતાં 3 વર્ષની બાળકીનું મોત
બાળકી ઘર નજીક બીજા માટે અગાસી પર રમતી હતી. રમતા રમતા અચાનક નીચે પટકાતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયું છે.
ઝી બ્યુરો/સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉમરપાડામાં બીજા માળેથી નીચે પડતાં 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી ઘર નજીક બીજા માટે અગાસી પર રમતી હતી. રમતા રમતા અચાનક નીચે પટકાતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયું છે.
ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'
મૂળ ઉત્તરપ્રદેશના વતની, ઉમાશંકર ગુપ્તા હાલ પુણા પોલીસ મથકની હદમાં આવતા ઉમરપાડા આનંદનગરમાં પત્ની તેમજ 3 વર્ષીય પુત્રી નિત્યા સાથે રહે છે. ઉમાશંકર એમબ્રોડરી ખાતામાં નોકરી કરે છે. ઉમાશંકરના એકના એક સંતાન પૈકી નિત્યા બીજા માળે ઘરની બહાર અગાસીના ભાગમાં રમતાં રમતાં નીચે પડી ગઈ હતી.
ઓંકી જશો! જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સેન્ડવીચમાં એવી વસ્તુ નીકળી..
જેથી પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉમાશંકરના 7 વર્ષના લગ્ન ગાળામાં એકનું એક જ સંતાન હતું.અચાનક બાળકીનું નીચે પટકાઈ જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.