પ્રશાંત ઢીવરે/સુરત: આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'


સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરમાં રહેતો મૂળ મહારાષ્ટ્રના જલગાવાનો વતની 30 વર્ષીય અજય રમેશ સોનવનેએ આર્થિક મંદીના કારણે પોતાના જ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે અજય પહેલા જરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી નોકરી છૂટી જતા નોકરીની તલાશમાં ભટકતો હતો. બે મહિનાથી અજય બેકાર હોવાથી ઘરમાં આર્થિક મંદી પડી રહી હતી. જેથી અજય હતાશ આવી જતા પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 


ભગવાન હનુમાનના ખરા ભક્ત પણ આ ચમત્કારને નહીં જાણતા હોય, સંકટ જોજનો દૂર રહેશે


મરણ જનાર અજય ના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા તેઓ પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહેતો હતો ગતરોજ સાંજ સમયે અજયની પત્ની ઘરના આંગણે બેઠી હતી. દરમિયાન અજય બહારથી આવ્યો અને ઘરના પાછળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંક આવી લીધું હતું. યુવકને આપઘાત કરેલી હાલતમાં જોઈ પરિવાર શોખમાં ગરકામ થઈ ગયો હતો. 


સુરતમાં આવતીકાલથી બાગેશ્વર ધામનો બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, જાણો કેવો છે કાર્યક્રમ


તો બીજી બાજુ દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના આવી પહોંચી હતી. યુવકના મૃતદેહને નીચે ઉતારી પીએમ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.