મેદાનમાં જ 40 વર્ષીય પ્રોફેસરનું મોત; વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યા, પરિવારજનોમાં શોક
તાપીમાં આવેલા વાલોડ કોલેજમાં ફીઝીકલ ટીચર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય પ્રોફેસરનું હાર્ટ અટેક આવતા નિધન થયું છે. નાની વયે અચાનક ચિર વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રોફેસર ગૌરાંગ ચૌધરી સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડના ફિઝિકલના પ્રોફેસર હતા.
Heart Attack: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેકથી સો કોઈ ચિંતામાં છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્ય દરરોજ હાર્ટ અટેકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે તાપીમાં સાયન્સ કોલેજના પ્રોફેસરે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. જી હા...વોલીબોલ રમતા રમતા 40 વર્ષય પ્રોફેસરનું મોત થયું છે. હાર્ટ એટેક આવતા કોલેજના પ્રોફેસરનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૌરાંગ ચૌધરી નામના પ્રોફેસરનું અચાનક મોત થયું છે. ગૌરાંગ ચૌધરી વાલોડ કોલેજમાં ફીઝીક્લ ટીચર તરીકે ફરજ બજાવતા હતા.
તમારું બાળક બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં! મહત્વનો નિર્ણય લેવાયો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, તાપીમાં આવેલા વાલોડ કોલેજમાં ફીઝીકલ ટીચર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય પ્રોફેસરનું હાર્ટ અટેક આવતા નિધન થયું છે. નાની વયે અચાનક ચિર વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રોફેસર ગૌરાંગ ચૌધરી સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડના ફિઝિકલના પ્રોફેસર હતા. વાલોડ સાયન્સ કોલેજ માં ફરજ બજાવતા પ્રોફેસરને હાર્ટ એટક આવતા તેઓ ઢળી પડ્યાં હતા.
રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો નહીં મળે મફત અનાજ, આ નિયમથી અટવાયા લોકો
ગૌરાંગ ચૌધરી વોલીબોલ રમતા હતા એ દરમ્યાન હાર્ટ એટેક આવતા તેઓ મેદાનમાં જ ઢળી પડ્યાં હતા. ત્યારબાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ગૌરાંગ ચૌધરીને ડોલવણ સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા, અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
અમદાવાદમાં ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું એવું કે તમે વિચારીર્યું પણ નહીં