ઉદય રંજન, અમદાવાદઃ રિક્ષા અને વાનમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ ડ્રાઇવરની તપાસ કર્યા વગર તમારા બાળકોને શાળાઓ મોકલો છો, તો ક્યારેક ગંભીર પરિણામ આવી શકે છે. અમદાવાદમાં આવી એક ઘટના બની છે. અહીં એક સ્કૂલ વાન ચાલકે ચાર વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો મુન્ના દેસાઈ નામનો વ્યક્તિ સ્કૂલે બાળકોને તેડવા-મુકવાનું કામ કરે છે. ઇકો કારમાં બાળકોને સ્કૂલે લેવા મુકવા આવનાર આ મુન્નાએ કંઈક એવું કર્યું કે તેને પોલીસે ઝડપી પાડ્યો છે. આ વાત આનંદનગર પોલીસ મથકની છે. જ્યાં એક દિવસ એક યુવતી પોલીસ પાસે આવી અને રજુઆત કરી કે તેની બાળકીની સ્કૂલ વાનના ચાલકે છેડતી કરી અડપલાં કર્યા છે. તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતા દાખવવી અને આ આરોપીની ધરપકડ કરી હતી.


આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ કરોડો રૂપિયાના ઈનામો જીતવા થઈ જાવ તૈયાર, રાજ્ય સરકાર શરૂ કરશે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’  


બાળકીના માતા પિતા નોકરી કરે છે. માતા પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ છે અને પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. નોકરી કરતા માતા-પિતાને દસેક દિવસ પહેલા સ્કૂલ માંથી ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે તેમની ચારેક વર્ષની દીકરી ઘણી જ ઉદાસ રહે છે. જેથી માતા-પિતાએ આ બાળકીને સમજાવીને પૂછપરછ કરતા તે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી અને બોલી કે મારે આ વાન વાલા અંકલ સાથે નથી જવું. તે મને ગમે ત્યાં અડે છે. માથા પર ખભા પર એમ અડપલાં કરી ક્યારેક વાનમાં આગળ તો ક્યારેક પાછળ બેસાડીને ગંદુ કામ કરે છે. હેબતાઈ ગયેલા માતા પિતાએ બીજા જ દિવસથી બાળકીની બીમારી નું બહાનું કરી આરોપીને લેવા ન આવવાનું કહ્યું અને સ્કૂલમાં આ રજૂઆત કરી હતી. આખરે બાળકીએ ભાંડો ફોડતા જ માતા પિતા પોલીસ મથકે પહોંચ્યો અને ફરિયાદ કરતા પોલીસે આરોપી મુન્ના ન ધરપકડ કરી હતી. 


આરોપી પર જે ગંભીર આરોપ લાગ્યા છે તે જોતા પોલીસે કાર્યવાહી કરી છે. પણ હકીકત સુધી પહોંચવા હવે પોલીસ વૈજ્ઞાનિક ઢબે આ કેસની તપાસ કરવામાં જોતરાઈ છે. અન્ય કોઈ બાળકીઓ સાથે આ અશ્લીલ હરકત કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરશે. જોકે આરોપીના સાથી કર્મીઓ આ વાતને નકારી રહ્યા છે. જેથી હવે વૈજ્ઞાનિક ઢબે પોલીસની તપાસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube